________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૫
ઉપનિષદ અને વેદ વસિષ્ઠોપનિષદ:
વસિષ્ઠ ઋષિ : “પરબ્રહ્મ મહાવીર ભગવદ્ ! આપે ગૃહસ્થાશ્રમના સર્વ વર્ણોના સર્વ પ્રકારના જૈનધર્મો, કે જે લૌકિક અને લેકોત્તર વ્યવહારથી કર્તવ્ય છે, તે બતાવ્યા છે. વિદ્યમાન સર્વ ઋષિએ વગેરેનાં હૃદયને આપે તે પ્રકાશ્યાં છે. ગૃહસ્થાશ્રમીઓને આપે અદ્યપર્યન્ત અનેક પ્રકારની શકિતઓ આપી છે. આપને હું નમું છું, સ્તવું છું. આપનું ધ્યાન ધરું છું.
“અતિથિસેવા, દાન, ભક્તિ એ ત્રણથી ગૃહસ્થાશ્રમીઓના હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી આપની પ્રાપ્તિ થાય છે. આપ સાકારરૂપે સાક્ષાત્ છે. આપના નિરાકારસ્વરૂપનું દર્શન થાય છે અને તેમાં સર્વ વિશ્વ સમાય છે. આપ ચિદાનન્દરૂપ છો, પરમાનન્દરસરૂપ છો. આપ પરમાત્માએ પૂર્વકાળમાં કપિલ મહર્ષિને તત્વજ્ઞાનને બોધ આપ્યા હતા અને તેથી તેમણે જૈનદર્શનરૂપ આપના એક અંશરૂપ સાંખ્યદર્શનને વ્યવહારથી પ્રવર્તાવ્યું હતું. આ અનેક ઋષિએરૂપે થયા હતા. આપ પૂર્વકાળમાં વાસુદેવરૂપે થયા હતા અને ઉત્તમ એવા રજોગુણ, તમે ગુણ અને સત્વગુણની પ્રકૃતિને હથિયારરૂપે વાપરી રાજેદ્ધારની દૃષ્ટિએ વિશ્વનો ઉદ્ધાર કર્યો હતો.
“આપ સર્વના અંતર્યામી છે. વિશ્વના સર્વ જીવોના હૃદયમાં આપ સત્તાએ છો. ફકત વ્યકિતશકિતરૂપે કરવામાં ભ્રાન્તિના નાશનીવાર છે. આપનું મન રજસુ, તમસ, સત્ત્વગુણાત્મક ત્રિપ્રકૃતિરૂપ બાહ્ય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર બનીને વિશ્વના સર્ગ, પાલન અને લયને કરે છે. આ૫ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સર્વ આન્તર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરના કર્તા, હર્તા, પાલક છો. આપની જ્ઞાનાદિ લીલાને અનેક નાની દષ્ટિએાએ પાર પામી શકાય તેમ નથી. સર્વ ધર્મો અને સર્વ દર્શને અંશરૂપ છે અને સાગરરૂપ જૈન ધર્મમાં તે જલબિન્દુરૂપ બનીને સમાય છે.
For Private And Personal Use Only