________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
અધ્યાત્મ મહાવીર
“પ્રભે મહાવીર ! આપના ભકતને સર્વ પ્રકારના આશ્ર પિતાના માટે તથા પરછના માટે કર્યા છતાં તે સાધકરૂપે– સંવરરૂપે સર્વાવસ્થામાં પરિણમે છે, અને સર્વ યુગમાં પરિણમે છે. જ્ઞાનીઓને આશ્રમની સર્વ ક્રિયાઓ આત્મોન્નતિ અને વિકાસ માટે થાય છે. કાંટાથી કાંટે નીકળે છે. જડ ક્રિયાકર્મથી પ્રતિપક્ષી જડ ક્રિયાકર્મને નાશ થાય છે. કર્મથી કર્મને નાશ થાય છે. બાધક ભાવ જેને સાધકપણે પરિણમે છે તે અન્તરાત્મમહાવીરરૂપને અન્તરમાં વ્યકત કરે છે. આત્મમહાવીરદેવ અન્તરમાં છે. સાધે છે તેને તે સહેજે મળે છે. પ્રત્યે ! જ્ઞાનીને તમારા માર્ગે વિચરતાં સર્વ વિદને આત્મપ્રકાશાથે પરિણમે છે. જે અન્યના માત્ર દે દેખે છે, તે બ્રાન્ત છે. જે દેષદષ્ટિરહિત સર્વને સર્વાવસ્થામાં દેખે છે તે આપને ભકત છે. જે જે દેષો, પાપે છે તેને ગુણ અને પુણ્યરૂપે જ્ઞાની અધિકાર દશા પ્રમાણે દેખે છે.
પરબ્રહ્મ મહાવીર ! હું આપને પરમ ભકત બન્યો છું. આપના ભકત બનેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રાદિક જેમાં અમુક વર્ષ પર્યન્ત આવિર્ભાવ પામીને આપનાં સર્વ આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનનાં રહસ્યને કલિયુગમાં વારંવાર પ્રકટ કરીશ અને સન્ત, મહાત્મા, બ્રાહ્મણ, ઉપયુગપ્રધાન, યુગપ્રધાન વગેરેનાં હૃદયમાં પ્રગટીશ.
આત્મબ્રહ્મરૂપ આપ સર્વત્ર સર્વશકિતમાન દેવ છે. આપનાં આધ્યાત્મિક જ્ઞાનતને મોટે ભાગ ગુરુપરંપરાએ ગુપ્તપણે શાસ્ત્રોમાં લખાયા વિના મારા જેવા દેવોની સહાય વગેરેથી પ્રવર્તશે. સ્થૂળ કરતાં સૂક્ષ્મ આત્મપર્યાની ઉત્તરોત્તર અનંતગુણ વિશેષ શકિતઓ છે. કાયા કરતાં મન અને મન કરતાં આત્મા અને તેના પર્યાની અનંતગુણ વિશેષ શકિતઓ છે. આપ સર્વ પ્રકારની અનંત શકિતઓના સમૂહરૂપ છે. આપને જાણ્યાથી સર્વ વિશ્વ જણાય છે. આપને હું નમું છું, સ્તવું છું.'
For Private And Personal Use Only