________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસંઘને ઉપદેશ
૪૪૯ પ્રજાસંઘ! તમે શક્તિઓ વડે તમારી પ્રતિષ્ઠા જાળવે. આપત્કાળમાં સર્વને સહાય કરનાર હું છું. જેઓ મારા ભકતનાં રુદન, પિકાર, યાચના સાંભળે છે, તેમનાં પિકાર, રુદન હું શ્રવણ કરું છું. જે મને સ્મરે છે તેમના હૃદયમાં હું પ્રગટ થાઉં છું અને અણધારી સહાય કરું છું. મારી ભકિત કરનારાઓની શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, અદ્ધિ, વૃદ્ધિ અનેક પ્રકારે હું કર્યા કરું છું. મારી ખરા દિલથી પ્રાર્થના કરનારાઓની વહારે હું અનેક રીતથી આવું છું. જેઓ પૂર્ણ નાસ્તિક છે તેમાં મારું ભજન કરતા નથી, અને કુતપૂર્ણ વાદવિવાદની ચર્ચાઓથી શુષ્ક બને છે.
અનેક ન, છદ્મસ્થ જ્ઞાનની અનેક દષ્ટિએ અને મનના અનેક વિકલ્પભંગ વડે મારુ નિર્વિકલ્પ સ્વરૂપ પૂર્વ ધારાદિ પણું પામી શકતા નથી. જે મનની પેલી પાર જાય છે તેઓ મને પામે છે. જડ વસ્તુઓની શોધ કરનારાઓ છેવટે જડનું જ્ઞાન કરતાં કરતાં નાસ્તિક બનીને પણ અનેક ભો કરી છેવટે મને પામે છે ત્યારે શાંત થાય છે.
પ્રજાસંઘ ! તમે શરીરમાં મને છે અને શરીરમાં પિંડસ્થ ધ્યાન ધરીને મારી ભક્તિમાં લયલીન બને. મારા પ્રેમી ભકતની મનની અનેક અવસ્થાએ થાય છે. તેઓને અનેક અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. મારા શુદ્ધાત્મમહાવીરસ્વરૂપની પ્રાપ્તિમાં પૂર્ણ જ્ઞાનાનંદ અવશેષ રહે છે. રસરૂપ હું છું. અનેક વ્યાવહારિક અને ઔપચારિક દષ્ટિએના વિવને વટાવીને છેવટે સત્આ નંદરૂપ મારું સ્વરૂપ અનુભવવું એ જ મારા પરબ્રહ્મમહાવીરરૂપ અદ્વૈતભાવનું સ્વરૂપ છે.
‘ષદષ્ટિ, ગુણદષ્ટિ, શુભદષ્ટિ, અશુભદષ્ટિ, કર્મષ્ટિ આદિ અનેક દૃષ્ટિએના વિલય પછી તમે શુદ્ધાત્મવીરરૂપ અનુભવી શકશે. આત્માના ગુણે કે ધર્મોનું જડ કર્મમાં પરિણમન થતું નથી. અને જડ કર્મના ગુણધર્મોનું આત્મવીરમાં પરિણમન થતું નથી.
૨૯
For Private And Personal Use Only