________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
અધ્યાત્મ મહાવીર
શુદ્ધ નિશ્ચયદષ્ટિએ વ્યાવહારિક કર્મ અને આત્મપરિણામની પેલી પાર આત્મવીર સ્વરૂપ છે–એમ જેઓ અનુભવે છે તેઓ કર્મ, મન વગેરેથી બંધાતા નથી. સર્વ ભેગો અને વિષયો ભેગવવા છતાં તેઓ અક્તા છે. સર્વ મેહબંધનમાં પણ તેઓ અબંધ છે. સર્વ કર્મો કરવા છતાં અને ગૃહસ્થ અગર ત્યાગી રહેવા છતાં તેઓ કર્મ રહિત છે. તેઓ વીર્યવાળા, ભકિતવાળા જેનો બન્યા પછી જે જે કરે છે, વિચારે છે, તે તેઓના તથા અન્ય જીના પ્રારબ્ધથી જાણવું. તેઓ કષા કરે છે, છતાં તેઓ અપુનબંધક છે. તેઓને જડ વસ્તુઓને રાગ નહિ હોવાથી તથા સર્વાત્મારૂપ વિરાટ મારા સ્વરૂપના રાગી હોવાથી તે વીતરાગ છે. તેઓને જડ કર્મોની કંઈ અસર થતી નથી. તેઓ સૂર્યના પ્રકાશ પિઠે પ્રકાશિત હોવાથી અંધકારરૂપ કર્મ તેઓને લાગતાં નથી. તેઓ આત્મવીરની મહાવીરતાને પ્રકટ કરે છે. પ્રજાસંઘ ! તમે આત્મમહાવીરના પૂજકો બનો. તમારો આત્મા તે મહાવીર પરબ્રહ્મ છે. અંતરમાં જે સર્વ શકિતઓ છે તેઓને પ્રકટાવે. એકાન્ત સ્વાર્થી ન બને. મારા શબ્દ પ્રેમરસરૂપ બનીને સજીવન અમર થાઓ. નાના બાળકથી માંડીને વૃદ્ધ પર્યન્ત સર્વ મનુષ્યને મારી ભક્તિ, ઉપાસના અને કર્મજ્ઞાનગથી કેળ. મારા સ્વરૂપ વિના અન્ય કોઈ સત્ય નથી. ગુણપર્યાયવન્ત દ્રવ્ય સત્ય છે. આત્મવીર દ્રવ્યના અનંત ગુણપર્યા છે. તે સર્વ અસ્તિ-નાસ્તિ પર્યાચો તમારા છે અને તે જ મારા પણ છે. તેથી સર્વે અભેદરૂપ છે, એમ અનુભવી મારી અભેદ જ્ઞાનભક્તિના રસિક બને. નવરસરૂપ બાહ્યાંતરભાવે મને જાણે અને તે રૂપે સર્વ દષ્ટિએ મને અનુભવે.
“વિશ્વપ્રજા–નૃપસંઘ ! તમે મારા ઉપદેશને સમજે અને કર્તવ્યકર્મો કરવામાં અપ્રમત્ત રહે.
For Private And Personal Use Only