________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮
અધ્યાત્મ મહાવીર રસરૂપ અનુભવાય છે. અશુભ ઈચ્છાઓથી મુકાવું તે તપમુકિત છે. સર્વ પ્રકારની જડ વાસનાઓથી મુકાવું અને સર્વ કર્તવ્ય કમને. પ્રારબ્ધગ સુધી કર્યા કરવાં તે કર્મયેગીની મુક્તિ છે. સચ્ચિદાનંદ મહાવીર એ જ પતે આત્મા છે એ અનુભવ છે તે સમ્યકત્વયુક્ત. મુકિત છે. સર્વ કર્મોથી રહિત થવું તે કર્માતીત સિદ્ધ-બુદ્ધની પૂર્ણ સર્વોત્તમ મુક્તિ છે. સવિકલ્પ દશામાં અસંખ્ય ગેની પ્રાપ્તિ વડે મુકિતના અસંખ્ય ભેદે છે, પણ નિર્વિકલ્પ દશામાં એવો ભેદ. રહેતો નથી. ફક્ત શુદ્ધ ક્ષાયિકભાવે કેવલજ્ઞાનદર્શનરૂપ મુકિત છે. સત્યાનંદ રસને અનુભવ થવો અને દુઃખની ભ્રાનિત ટળવી એ જ સત્ય મુકિત છે.
“અનેક દષ્ટિઓની સાપેક્ષતાએ આનન્દરૂપ મુક્તિને અનુભવ કરે જોઈએ એ જ મારી આજ્ઞા છે. કર્મ અને આત્મા બનેનું સાપેક્ષ સ્વરૂપ સમજવાથી સત્યાનંદ રસરૂપ મુક્તિનો અનુભવ મળે છે. જડ કર્મ પુદ્ગલ અને દશ્ય વસ્તુઓના સંબંધે આત્માની શક્તિઓને વિકાસ થતો જાય છે. મન, વાણી, કાયા વગેરે કર્મના પર્યા છે અને તેના સંબંધથી આત્મમહાવીરને પ્રકાશ થતા જાય છે. સર્વથા સંપૂર્ણ જ્ઞાનાદિ ગુણોને પ્રકાશ થયા બાદ જડ પુદ્ગલ તથા તેના શરીર, મન, કર્માદિ પર્યાની સ્પૃહા રહેતી નથી. માટે મારું સંપૂર્ણ મુક્તસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે ઉત્તરોત્તર જડ પુદ્ગલપર્યાયરૂપ મન, વાણી, કાયાદિ પ્રકૃતિએનું અવલંબન કરો અને આગળ આત્મવિકાસમાં વૃદ્ધિ પામે. પ્રકૃતિને આત્માની સાથેના સંબંધ વિકાસાર્થે અનુભવીને તમે કર્મોમાં અકર્મ બ્રહ્મભાવ દેખે. પ્રકૃતિને આમેન્નતિ માટે અવલંબે, પરંતુ અદ્વૈતપરબ્રહ્મ એવા મહાવીરસત્તાએ સર્વાત્માઓને એકરૂપ દેખે. અનૌપચારિક સદ્ભુત વ્યવહારદષ્ટિએ ગુણગુણને ભેદ અને શુદ્ધ દ્રવ્યસત્તાદષ્ટિએ સર્વ વિશ્વને એકરૂપ દે. મારા ભક્ત જૈન ! તમે મારી ભક્તિ કર્યા કરે.
For Private And Personal Use Only