________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસંઘને ઉપદેશ
૪૪૭
રાખો. તમારું જીવન સમગ્ર વિશ્વ માટે છે અને સમગ્ર વિશ્વનું
જીવન તમારા માટે છે. સર્વ વડે તમે જીવો છે, માટે સમસ્ત વિશ્વને મારું માની નિષ્કામપણે સર્વને તમારું સર્વ આપે ને સર્વમાંથી લે, એમ પ્રવર્તે.
પ્રજાસંઘ! ગ્રહસ્થાવાસમાં આત્મરૂપ મહાવીરને સર્વ -જડ વસ્તુઓમાં રહેલ પણ સર્વથી ન્યારો દેખી-અનુભવી સ્વાધિકારે -વ્યવહારકર્મ કરે, પણ તેમાં નિર્લેપ રહો. આત્માને આત્મભાવે -જાણ તે સપગ યાને શુદ્ધપાગ છે. શુદ્ધ પગ એ જ મેક્ષ છે અને જડવસ્તુઓમાં આત્મબુદ્ધિ એ જ સંસાર છે.
“મારામાં જેને પૂર્ણ પ્રેમ અને પૂર્ણ વિશ્વાસ છે અને જેને આનંદરસ મળે છે તે ગૃહસ્થ ભકતમાં જ્ઞાન-દર્શન–ચારિત્રનું એક શુદ્ધપાગરૂપ સ્વરૂપ–મોક્ષ વર્તે છે, અને જ્ઞાન-દર્શન–ચારિત્રના એકભાવરૂપ પૂર્ણ પ્રેમભક્તિમય સામીપ્યમુક્તિ વતે છે, એમ જાણવું. તેનું મન શુદ્ધ પ્રેમથી આત્મમહાવીરની સાથે જાવાથી સાયુજય મુક્તિ જાણવી. તેનું મન શુદ્ધ પ્રેમબળે સર્વ સંકલ્પ રહિત દશાવાળું જ્યારે થાય છે, ત્યારે તેને નિરાલંબન નિર્યું જ્ય મુકિતવાળું જાણવું.
સારૂપ્ય, સામીપ્ય, સાયુજ્ય, નિકુંજય—એ ચારે પ્રકારની આત્મરૂપ મહાવીરની દશાઓ મુક્તિરૂપ છે, માટે જ્ઞાની એવા મારા ભકતના આત્માઓમાં ચારે પ્રકારની તથા તેનાથી પેલી પારની એવભૂત નયરૂપ મુક્તિ જાણવી. આત્માની સ્વતંત્ર વૃત્તિઓ એ મુક્તિ છે. આત્માની સન્મુખ થતું મન એ મુકિત છે. અજ્ઞાનદશાથી મુક્ત થવું એ જ્ઞાનમુકિત છે. સર્વ સંશથી મુકત થવું તે સમ્યકત્વમુકિત છે. અસત્ય જડ વસ્તુઓના રાગથી મુકત થવું અને આત્મમહાવીરના રાગમાં પૂર્ણ રંગે રંગાઈ જવું એ વિરતમુક્તિ છે. દેશથી અને સર્વથી આત્મમહાવીરના પ્રેમમાં તલ્લીન થવું એ ચારિત્રમુકિત છે. તેને આવિર્ભાવ પરમાનન્દ
For Private And Personal Use Only