________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
ભારતીય પ્રજાસંઘ અને વિશ્વસંધ ! તમે મરનારાને આશ્વાસન આપ. મૃત્યુસમયે મારા મરણ પછીના શુભ સંદેશા સંભળાવે અને જાહેર કરો કે મારું નામસ્મરણ કરનારાનાં તથા મારું નામ શ્રવણ કરી મારા પર પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા ધારણ કરનારાનાં પાપ ટળે છે અને તે ઉત્ક્રાન્તિના માર્ગે પ્રવેશે છે. તેની અવક્રાન્તિ થતી નથી. મરનારાઓનાં શરીરને માન આપે અને તેના મૃત્યુસંસ્કારને કરે. મારા ભક્તોની અવનતિ કેઈ કાળે થતી નથી. મારા તીર્થમાં જે પ્રવેશે છે તેઓ જૈનો માટે જ ફક્ત જીવે છે અને તેમની ઉન્નતિ માટે જ મરે છે. તેઓ મનરૂપ બહાથી, વિષ્ણુથી અને મહેશ્વરથી વિશ્વને ઉત્પાદ, વ્યય અને પાલન કરે છે. અને તેની પાર રહેલા પરમબ્રહ્મ મહાવીરદેવરૂપ પિતાને અનુભવી તેમ જ જડ કર્મોને એક લીલારૂપ માની તેની પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે છે. તેમને કઈ બાંધી શકતું નથી. તેમની આગળ જડ કર્મોની અંશે જેટલી શકિત રહે છે તેથી તેઓના અનંતશતિમય જાગ્રત જેન આત્મા નિબંધ, નિર્લેપ મોક્ષરૂપ બને છે. તેમનાથી જડ મન અને કર્મો કરે છે, પણ તેવા જૈનોને જડ વિશ્વની જડ શક્તિએ ભય પમાડવા સમર્થ થતી નથી. તેઓ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરે સર્વ પદાર્થો પર સત્તા મેળવે છે અને તેમની સુવ્યવસ્થા કરે છે. તે આધ્યાત્મિક પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને નભરૂપ બની અનંત વેદના પૂજ્ય શાસ્તા તથા ઉત્પાદક બને છે. મારા જૈનો અનંતરૂપે અનંત દષ્ટિબિન્દુએથી જણાતા અનંત સત્યરૂપ જૈનધર્મનું આચરણ કરે છે. તેઓ સર્વ મન્ન. તન્ન, યન્ત અને કલાઓના ઈશ્વર બને છે. તેઓ મારા સવિકલ્પ અને નિર્વિકલ્પ સ્વરૂપને અનુભવે છે.
પ્રજાનૃપસંઘ ! તમે બાહ્ય જીવનને માટે જડ વસ્તુઓને ખપ પૂરત ઉપગ કરે, પણ અન્યના બાહ્ય જીવનની ખપ પડતી વસ્તુઓને ફકત તમારા માટે જ મમતા રાખી સંગ્રહી ન
For Private And Personal Use Only