________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસંઘને ઉપદેશ
४४३ માટે બસ છે. આપનાં સર્વાની શક્તિઓ અમારાં અંગેમાં પ્રગટે. આપનું સ્વરૂપ તે જ અમારું સ્વરૂપ છે. આપનું નામ, આપની આકૃતિ, આપને આત્મા અને આપનું મન તે જ સર્વ અમારું હે. . “અમારા પર સદાકાળ આપની પ્રેમધર્મદષ્ટિરૂપ કૃપા કાયમ રહે. આપ અમારું અને ભવિષ્યની સંતતિનું રક્ષણ કરો. સર્વ વિશ્વમાં આપ શાંતિ પ્રગટાવે. વિશ્વના સર્વ જીવેનું તીર્થસ્થાપન વડે આપ કલ્યાણ કરો. સર્વ વિશ્વમાં આપ પ્રભે! મંગલ પ્રગટાવો. આપના પર અમારો પૂર્ણ પ્રેમ એ જ અમારો પૂર્ણ ધર્મ છે. પ્રત્યે ! આપ સર્વ સંકટનું નિવારણ કરો. અજ્ઞાનને. નાશ કરે. આપ મેઘ, પૃથ્વી અને હવારૂપ બની ધર્મનાં બીજેને વૃક્ષારૂપે પ્રકટાવ. આપ સર્વ જીના વેગક્ષેમને કરે છે અને કરશે. આપ વિના અમારા હૃદયમાં અન્ય કેઈ નથી અને થશે નહિ. આપ પરબ્રહ્મ, પૂર્ણ સત્ય અને પૂર્ણ સતરૂપ છેઅમારું સર્વ પ્રકારે આ૫ મંગળ કરો. અમારાં કલ્યાણોનું મૂળ આપે છે. આપ જયવંતા વર્તો. % હીં શ્રી કલીં આદિ મંત્રરૂપ આપનું સદા સ્મરણ છે. અહંમહાવીરત્વમેવ પરમાત્માઇસિ.
પરબ્રહ્મ મહાવીરઃ “ભારતીય પ્રજાસંઘ ! તમારી ઉન્નતિ થાઓ. તમે સર્વના ભલામાં ભાગ લેતા રહે. અશક્ત અનાથને સહાય કરો. મારું સ્મરણ અને ભજન કરનારાઓની પાસે હું છું. મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખે. જેવા જેવા ભાવથી જે જે માટે દ્રવ્ય કે ભાવથી મને સેવશે, તેવા તેવા ભાવને તમે પામશે.
તમે આત્મા છે. જડ કર્મ અને વિશ્વ પર સત્તા ચલાવવાને તમે અનંતગુણ શક્તિમાન છે. કર્મસૃષ્ટિને રચવી, પાળવી અને તેને સંહાર કરે તે તમારા હાથમાં છે. મન, વાણી, કાયા અને આત્માના પુરુષાર્થરૂપ હું છું. શુદ્ધ દ્રવ્યાર્થિક–નિશ્ચયાત્મક દૃષ્ટિએ તમે જન્મ, જરા, મરણ અને કર્માદિથી અનાદિ-અનંત કાલ પર્યન્ત
For Private And Personal Use Only