________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસંઘને ઉપદેશ
૪૪૧
જેઓ તત્વના અગાધ સાગરમાં ઊતરવા શક્તિમાન નથી તેઓ ફક્ત મારા પૂર્ણ શ્રદ્ધાળુ અને પૂર્ણ પ્રેમી બની, હૃદયની શુદ્ધિ કરી અને આવરણને દૂર કરીને, આત્મકેવળજ્ઞાન પામી સર્વજ્ઞ મહાવીરપદ પામે છે. મારા ચરિત્રમાં, મારા ઉપદેશમાં જેઓ શંકા કરશે અને મારા ગૃહસ્થ ધર્મના ઉપદેશને જેઓ ધિક્કારશે તેઓ ગૃહસ્થ ધર્મમાં હીનતા પામશે. ત્યાગીઓ જે નિંદા કરશે, તે તેઓ ત્યાગધર્મનો નાશ કરશે. મારા ભક્તિજ્ઞાન સંબંધી -મુનિઓ, ત્યાગીઓ, ઋષિઓ, બ્રાહ્મણે, દેવ અને દેવીઓ જે જે ગ્રન્થ રચશે તે વિશ્વના કલ્યાણાર્થે થશે અને તેથી ભારતીય આર્યસંઘની ઉન્નતિ થશે. જેની જેવી દષ્ટિ, ભાવના કે વૃત્તિ હશે તેની દષ્ટિએ હું તે દેખાઈશ અને તેને તેની ભાવના કે વૃત્તિ પ્રમાણે આત્મવીર હું કર્તુત્વદષ્ટિએ ફળ આપનાર થઈશ.
પ્રજાસંઘ ! તમારું કલ્યાણ થાઓ. હવે અ૫ દિવસે વીત્યા બાદ ત્યાગી થવાને દિવસ આવશે. તમારી પ્રેમભકિતનું ફળ - તમને મળે છે અને મળશે. ચતુર્વિધ મહાસંઘનો ઉદય થાઓ. ભક્તોની ભક્તિ વધે. જ્ઞાનીઓનું જ્ઞાન વધે. નીતિઓ પ્રકાશે. પાપ નષ્ટ થાઓ. વિશ્વનું કલ્યાણ થાઓ.આરોગ્ય થાઓ.મંગલ પ્રગટે.”
ભારતીય જૈન આર્ય પ્રજાસંઘ અને નૃપસંઘઃ “પરબ્રહ્મા પરમાત્મા મહાવીર પ્રભો ! આપનાં વચનામૃતનું શ્રવણ કરીને અમને અપૂર્વ આનંદ થયેલ છે. આપનાં વચને એ જ દેવ વેદે, દિવ્ય વેદે, લેકોત્તર વેદે, દિવ્યાગ, પવિત્ર ધર્મક છે. - “આપના બધાનુસાર અમે ચાલીશું અને આર્યાવર્તની વિદ્યા, સત્તા અને ધર્માદિ વડે સર્વ પ્રકારની ઉન્નતિ સાધીશું. સર્વ પ્રકારનાં વ્યસનથી અમે મુક્ત રહીશું. અમે સર્વે આપનાં એક હવિરાટ અંગ જેવા બની ઉપાંગોની સાથે રહીશું અને જૈન ધર્મની વિશ્વમાં પ્રચારણા કરીશું. અસંખ્ય દષ્ટિઓ અને અસંખ્ય ગે.
For Private And Personal Use Only