________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૪૪૦
અધ્યાત્મ મહાવીર
પ્રજાસંઘ, નૃપસંઘ પુણ્ય કરશે તે તે પુણ્ય ભેગવશે અને પાપ કરશે તે પાપ ભોગવવું પડશે. કાયાને ગુને કાયાને ભેગવે પડશે. જે દેશના કે ખંડના રાજાઓ અને પ્રજાસંઘો શુભ આચાર પાળે છે, પોપકારનાં કર્મો કરે છે અને સુવિચારો કરે છે, તેઓ પ્રગતિમાર્ગમાં વહે છે અને વહ્યા કરશે.
જે આત્મવીર બને છે તે વિશ્વમાં પારમાર્થિક જીવન ગાળવા સમર્થ બને છે. મારી ધર્મકૃપા જે મેળવે છે તે સુખી થાય છે. અન્યાય અને દુષ્ટતામય પાપકર્મ કરવારૂપ જે અવકૃપા મેળવે છે તે અવકૃપાથી આ ભવમાં તથા પરભવમાં દુઃખી થાય છે. જે આ ભવમાં મારા કહ્યા પ્રમાણે વર્તે છે તે પરભવમાં શ્રેષ્ઠ અવતાર પામે છે અને મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ રાખીને તે આત્મવિકાસમાં આગળ વધી છેવટે શુદ્ધાત્મ મહાવીર પદને પ્રાપ્ત કરે છે. જેટલા પ્રમાણમાં સુવિચારો અને સત્કર્મો થાય છે, તેટલા પ્રમાણમાં આત્મવીરશક્તિઓને વિકાસ થાય છે. જે જૈનધર્મરૂપ મારા ઉપદેશની આરાધના કરે છે તે દુનિયાના સર્વ ધની આરાધના કરે છે.
જે મને અસંખ્ય દષ્યિઓએ અનંતધર્મમય જાણે છે તેને મારા વિના અન્ય કોઈની સેવાભક્તિ છે જ નહિ. જે સાત નથી, સાત ભંગથી અને સદસદાદિ અષ્ટ પક્ષથી મને જાણે છે તેને કઈ તત્ત્વજ્ઞાન કરવું બાકી રહેતું નથી. જે મારી વિશ્વકર્તુત્વદષ્ટિએ ઔપચારિક કર્તતા જાણ ભક્તિ કરે છે અને આત્મહત્વદષ્ટિએ સદુભકિત કરે છે, જેઓ નૈગમાદિ નાની અપેક્ષાએ ઔપચારિક તથા અનાપચારિક કર્તતા જાણીને નિશ્ચયનયથી નિશ્ચિત કરે છે અને વ્યવહારનયના અનેક ભેદની દષ્ટિએ આરાધે છે તેઓ પૂર્ણ જ્ઞાની એવા જૈન બનીને સ્વયં જિન બને છે અર્થાત કેવલજ્ઞાનના પૂર્ણ પ્રકાશથી વ્યાપકભાવે વિષ્ણુઓ, અહંન્ત, બુદ્ધ બને છે.
For Private And Personal Use Only