________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
અધ્યાત્મ મહાવીર ખેદે નહિ. ભારતીય પ્રજાસંઘ ! તમારા સર્વ અંગેને બળવાન રાખે અને ગુરુકુલે સર્વત્ર સર્વ વિદ્યાઓના પઠન-પાઠનથી જીવતાં મંદિરે સરખાં બનાવે. તમારું કેઈપણ અંગ કેળવણી વિનાનું ન રાખે. વ્યાપાર, વિદ્યા, રાજ્ય, સત્તા વગેરેનું સંઘબળથી રક્ષણ કરો. કલિયુગમાં સંઘબળથી સર્વ સામ્રાજ્યની પ્રગતિ થશે. પ્રજા-- સંઘનાં સર્વ જાહેર કાર્ય સમસ્ત સંઘની સમ્મતિપૂર્વક કરે. પૃથ્વી, હવા, જળ વગેરેને સ્વચ્છ રાખે. સ્વચ્છ હવા-જળને ગ્રહે. સૂર્યનાં કિરણ વડે આરોગ્ય પ્રાપ્ત કરે. સર્વ સંઘે હળીમળી ચાલવું અને સર્વ જાતિના સંઘની એક્તા માટે તન, મન, ધન, કીર્તિ, રાજ્ય, સત્તા વગેરેનો ભેગ આપો. મારી ભક્તિનો પ્રવાહ તમારી રગેરગમાં વહેશે ત્યાં સુધી તમારી સર્વ શક્તિઓની ક્ષીણતા થશે નહિ.
ભારતીય પ્રજાસંઘ! તમારું જીવન આખી દુનિયાના કલ્યાણાર્થે છે. તમે સર્વ વિશ્વમાં છે અને તમારામાં સર્વ વિશ્વ છે. મારામાં સર્વ વિશ્વ છે અને સર્વ વિશ્વને નેતા, માલિક કે પરમેશ્વર હું છું—એમ જે જાણે છે તે પિતાના દેહમાં આત્મમહાવીરરૂપે પિતાને અનુભવે છે અને સર્વ દુઃખ તેમ જ બ્રાન્તિઓથી મુક્ત થાય છે. તે કેઈનાથી હણતા નથી અને કોઈપણ ઉપાય વડે તેને નાશ કરવા કેઈ સમર્થ થતું નથી. જંગલી સિંહ સમાન દુષ્ટ, કૂર અને અજ્ઞાન મનુષ્યજાતિઓને તાબામાં રાખે અને તેને કેળો. તે તમારે નાશ ન કરે માટે તેને દાબમાં રાખો. મારા ભક્તોને સર્વ પ્રકારની શક્તિઓ પ્રાપ્ત કરવામાં સહાય આપો. દરિયાપારના દેશમાં વસવાટ કરે અને જૈનધર્મને આરાધતા રહે. મારા જે ભક્તો. મારી મદદ માગે છે તેમને તેમની દાનત પ્રમાણે મદદ મળ્યા કરે છે. ભાવિભાવ અર્થાત્ થવાનું હશે તે થશે, કર્યા કર્મ પ્રમાણે થશે– એમ માની આળસુ અને અશ્રદ્ધાળુ ન બને. ઉધમ સદાકાળ કર્યા કરે. ઉદ્યમ કરતાં કરતાં મૃત્યુ આવે તો પણ ડરો નહિ. સાચા ઉઘમીને મારી સહાય મળે છે અને તે છેવટે વિજય મેળવે છે.
For Private And Personal Use Only