________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૬
અધ્યાત્મ મહાવીર ય-ધ્યેયપણે પાસે જ છું—એમ જેઓ જાણે છે તેઓની સંગતિ કરવી અને એક જૈન બનાવવામાં સર્વ બ્રહ્માંડવત છને અભયદાન. દીધા જેટલું પુણ્ય સમજવું.
“મારી ભક્તિ માટે જેઓ તત્પર હોય તેઓ ગમે તેવા ગરીબ હોય તે પણ તેઓના ઘરમાં ઈન્દ્ર સરખાએ જવું અને તેઓની સાથે અભેદપણે વર્તવું. મારી શ્રદ્ધાથી વિમુખ નાસ્તિક લેકેની ધર્માથે સંગતિ કરવી નહિ. મારા ભક્ત અને જ્ઞાનીઓએ નાસ્તિકોને પણ આસ્તિકો કરવા પુરુષાર્થ કરવો. મારા ભક્તોએ ત્યાગીઓની સંગતિ કરવા સ્થાવર તીર્થોમાં જવું.
મારાં પ્રબોધેલાં શાસ્ત્રો તે મારી દિશા દેખાડે છે, પણ સર્વથા. મારે અનુભવ તે મારા સંતો કરાવે છે. માટે મારા સર્વ પ્રકારના સંતેને સમાગમ કરે, પણ તેઓની નિંદામાં પડવું નહિ. મારી ભક્તિ જેનામાં પ્રગટે છે તે સુધરે છે અને તેનું મન સ્વર્ગીય બને છે. મારી ખરા હૃદયથી અશુપૂર્ણ નેત્રે જે પ્રાર્થના કરે છે અને મને નિરાકારરૂપથી મળવા તલપી રહે છે, તેના સાત ધાતુવાળા શરીર તથા સૂક્ષ્મ શરીરમાં વ્યાપી રહેલે હું જ્ઞાનાનન્દભાવે તેને અપરોક્ષપણે અનુભવાઉં છું. એવા સંતોની સેવામાં સર્વ તીર્થોની સેવા જાણવી. સંતની કાયા તે મારી કાયા જાણવી. તેના હાથ તે મારા હાથ જાણવા. મારું પરબ્રહ્મ મહાવીર નામ જપનાર સંતોની વાણી તે મારી વાણું જાણવી. સંતનાં હદયો તે મારા હદ જાણવાં. સંતની દૃષ્ટિ તે મારી દષ્ટિ જાણવી. સંતેના કાન, હાથ, પગ, પિટ વગેરે અવયવો તે મારા જાણવા. સંતેને પ્રેમ તે મારો પ્રેમ જાણ. સંતની હાય કદાપિ ન લેવી. તેને ઉપદેશ તે મારો ઉપદેશ જાણ. સંતોની સેવાભક્તિ તે મારી સેવાભક્તિ જાણવી. સંતને આપેલું દાન તે વીસમર્પણ જાણવું. મારા સંતને જ્યાં વાસ છે તેને સ્વર્ગ કે વૈકુંઠધામ જાણવું.
ભારતીય પ્રજાસંઘ ! તમારાથી સંતે જુદા નથી. તમારા
For Private And Personal Use Only