________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસંઘને ઉપદેશ
૪૩૫
મારા નામ વિના અન્ય નામ રુચતાં નથી, મારી વાત વિના અન્ય વાત રુચતી નથી; મારા શુદ્ધાત્મ મહાવીર સ્વરૂપ વિના અન્ય કેઈ સ્વરૂપ રુચતું નથી, મારા પ્રેમ વિના અન્ય પ્રેમ થતો નથી, મારા શુદ્ધાત્મરસ વિના અન્ય વિષયરસમાં ચેન પડતું નથી તેમની સંગતિ કરવામાં ડગલે ડગલે અને ક્ષણે ક્ષણે કરેડે પૂજાઓ અને યાત્રાએનું ફળ રહ્યું છે એમ જાણી, લૌકિક સર્વ એષણાઓને તુચ્છ સમજી તેમની સંગતિ કરવી. મારામાં પરબ્રહ્મનિત્યાનંદરસને જેણે નિશ્ચય કર્યો છે, દુનિયાના વિષયરસો ભાગવવવા છતાં જે તેમને તુચ્છ માને છે અને મારા અનંતાનન્દ રસ માટે જેઓ મારી તરફ વળે છે, તેઓની સંગતિ કરવાથી મનુષ્ય મારા પર પ્રેમી બને છે. જડ પદાર્થોના ભેગમાં જેઓ સુખ માને છે તે બહિર્દષ્ટિ મિથ્યાત્વી છે. મારા શુદ્ધાત્મવીરભાવમાં જેઓ અંશે અંશે સુખની ઝાંખી કરે છે અને સાથે જ જેઓ બાહ્ય વિષમાં સુખ માને છે, તેઓ અંશે અંશે મારા સન્મુખ થઈ જૈન બને છે. એવા જૈનોની સંગતિથી મિથ્યા જડવાદ ટળે છે.
“વિશ્વમાં પરબ્રહ્મ પરમાત્મા તરીકે જેઓએ મને જા છે તેઓ ગૃહસ્થાશ્રમમાં રહી છે જે અંશે વિષયરસથી અન્તરમાં વિરામ પામે છે, તે તે અંગે તેઓ અન્તરમાં મારા રસને અનુભવ કરતા જાય છે. જે જે અંશે મારે રાગરસ તેઓમાં પ્રગટે છે તે તે અંશે તે વિષયભાવને ત્યાગ કરતા જાય છે. તેવી સમ્યજ્ઞાન દશાને અંશે અંશે પામી મારી ભક્તિથી સંસારમાં નિરાસક્તભાવે સાંસારિક કાર્યો કરવા છતાં મારા સ્વરૂપની સન્મુખ થતા જાય છે તેવા મારા ભક્તોની સંગતિ કરવામાં તન, મન, ધન, આદિ સર્વસ્વનું અર્પણ કરવું અને સ્વાધિકારે પ્રવર્તવું.
પ્રજાસંઘ ! તમારી સર્વ શક્તિઓને પરંપરાએ નાશ ન થાય અને દેશ, કેમ, સંઘની સેવામાં પ્રમાદ ન થાય એવી રીતે તમે વર્તે. આત્મવીરની દષ્ટિએ હું સર્વ મનુષ્યના જીવોનાં હૃદયમાં
For Private And Personal Use Only