________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
અધ્યાત્મ મહાવીર
અને શ્રદ્ધાથી જેઓ સંગતિ કરે છે તેઓ પરમાનન્દી બને છે અને અનેક દુઃખમાંથી મુક્ત થઈ પૂર્ણ, સ્વતન્ત્ર અને સિદ્ધ બને છે. મને જે પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી ચાહે છે તેને હું પૂર્ણ પ્રેમથી ચાહું છું. મારામાં જે પૂર્ણ વિશ્વાસ મૂકે છે, તેના પર મારો પૂર્ણ કૃપાભાવ ઊતરે છે અને તેને આત્મા એક ક્ષણમાં પશુ મટીને આત્મવીર દેવ બને છે. મારા ભક્તો અનેક રીતે વર્તતા હોય કે મારા સાધુઓ મારા પર મસ્ત બનીને દુનિયાના વ્યવહારોએ જુદા વર્તાવા હોય, છતાં તેમની નિંદા ન કરવી અને તેમના પર પૂર્ણ શ્રદ્ધા રાખવી. તેઓની સંગતિ કરી તેઓની કૃપા મેળવવી.
મારો પૂર્ણ નિશ્ચય કરાવનાર જે હોય તેને ધર્માચાર્ય, ધર્મગુરુ તરીકે માની તેની સેવા કરવી. મારા જૈનધર્મના પ્રવર્તકેની અને મારી જે નિંદા કરે તેની સંગતિ કરવી નહિ, તેઓની સાથે સર્વ પ્રકારે સાવચેતીથી વર્તવું અને જે દેશકાળે તેઓની સાથે જે જે ઉપાયે વર્તવાનું હોય છે તે ઉપાયથી વર્તવું.
“મારી નામજાપરૂ૫ ભક્તિ વગેરેથી જેઓ દૂર હેય અર્થાત જે નાસ્તિક હોય તેઓને પ્રાણાને પણ કન્યા ન આપવી. તેઓ જે નાસ્તિકતા અને વિમુખતા છોડીને ચતુર્વિધ સંઘ કે જેને હું સ્થાપીશ, તેની સમક્ષ કલિયુગમાં મારી શ્રદ્ધા તથા પ્રેમથી સમ્યકત્વ સંસ્કારને ગ્રહણ કરી નિષ્કપટભાવથી જૈનધર્મ અંગીકાર કરે, તો તેઓની ખાતરી કરી કન્યાદાન દેવાને ગમે તે જાતિ સાથે સંબંધ બાંધવો. મારાં જ્યાં કીર્તને થતાં હોય ત્યાં પૂર્ણ ભાવથી જવું. હજારો વિદને વેઠીને પણ જવું. મારી અનેક પ્રકારની ભક્તિ કરવામાં જેઓએ લજજા અને ભયને ત્યાગ કર્યો છે તેઓની પાસે ગમન કરી, તેમનો વિનય કરી ભક્તિમાં ભળવું. મારા સ્વરૂપના જે જ્ઞાનીઓ હોય તેઓની પાસે જઈ વિનયવિવેકપૂર્વક જ્ઞાન મેળવવું. મારા સંતને દેખી જેઓનાં નેત્રામાં હર્ષા આવે છે અને રોમાંચ ખડા થાય છે તેમને સંતાનો સમાગમ કરનારા જાણવા. જેઓને
For Private And Personal Use Only