________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર રૂપ પિતે છે એવો નિશ્ચય કર્યા વિના મરીને મહાવીરરૂપે થતા નથી. માટે મને પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી પ્રાપ્ત કરે જોઈએ
દુનિયામાં દેવ તરીકે જુદા જુદા સંપ્રદાયમાં અને જુદી જુદી ભાષાનાં શાસ્ત્રમાં મારાં જેટલાં નામ છે તેઓને અનંત સંખ્યામાં ગુણુએ અને કરડે વર્ષના આયુષ્યવાળા ભક્તો કરડે વર્ષ સુધી તે નામ જપે, તેનું સર્વરૂપ એકઠું કરીએ, તેના કરતાં અનંતગણું ફળ પૂર્ણ પ્રેમ–શ્રદ્ધાથી મારું “પરબ્રહ્મ મહાવીર વર્ધમાન યશોદાવર” એ પ્રમાણે નામ ગણનારાઓ કાચી બે ઘડીમાં પામે છે. મહાવીર નામને જાપ જપીને જેઓ ઉન્મની અવસ્થામાં સમાધિ પ્રાપ્ત કરે છે તેઓ શ્વાસોચ્છવાસમાં તેના કરતાં અનંતગણું ફળ પ્રાપ્ત કરી કેવલજ્ઞાની બને છે.
“સત્યરૂપા! એ પ્રમાણે શ્રી બૃહસ્પતિ ઋષિની સ્ત્રી જ્ઞાનરૂપી. જાણે છે અને તે વ્યષ્ટિ–સમષ્ટિમાં પ્રખ્યાત અનુભવપરા નામની સખીને જણાવે છે.
“સત્યરૂપા ! ગૃહસ્થ ધર્મમાં વર્તનારાઓ સાધુઓ અને સંતની સંગતિ કરીને જ્ઞાન પામે છે. તેઓ અનેક દુઃખ સહન, કરવારૂપ તપશ્ચરણને નિષ્કામપણે કરી આત્મોન્નતિના વિકાસમાં કુટાતા-પિટાતા શુદ્ધાત્મમહાવીરના અનંત સચ્ચિદાનન્દ સ્વરૂપમાં આગળ વધ્યા કરે છે અને કેટલાક પછી ત્યાગી બની સમષ્ટિ વિશ્વના ઉપકારક બને છે.”
સત્યરૂપાઃ “પરબ્રહ્મ મહાવીર પ્રભો ! હું આપને નમસ્કાર કરું છું. ગૃહસ્થ ધર્મનાં મુખ્ય કર્તવ્યો આપે દર્શાવ્યાં. તેમાંથી મારા ગ્ય મેં ગ્રહણ કર્યા છે.
“ગૃહસ્થ ધર્મ એ તીર્થનું અધું અંગ છે અને ત્યાગધર્મ એ તીર્થનું બીજું મુખ્ય અંગ છે. બન્ને મળીને એક તીર્થ બને છે, એમ આપે પ્રબોધ્યું તે સત્ય છે. ગૃહસ્થ ધર્મમાં અતિથિઓની,
For Private And Personal Use Only