________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૫
રસીઓનું શ્રેયસ્કર જીવન
સ્ત્રી-પુરુષ બંનેએ આત્મભેગ આપી અને સાથે રહી પારમાર્થિક જીવન ગાળવું. ધનને મેહ ન રાખતાં અન્ય લોકેની ઉન્નતિ કરવા તેને વ્યય કરે. સદા ઉત્સાહી રહેવું. પતિ અને પત્નીએ પૂર્વકર્મના રોગથી પરસ્પરને સંબંધ માની એકબીજાની સાથે સંતોષ અને સમભાવથી વર્તવું. પરસ્પર સ્વયંવરલગ્નઈચ્છા લગ્ન અને બ્રાહ્મલગ્ન કરવામાં આવે, તેપણ પ્રકૃતિમેળ સર્વથા મળતો ન આવે તે તેનું કારણ કર્મ છે, ભિન્ન પ્રકૃતિ છે, એમ જાણીને પરસ્પરના આત્માને ચાહ તથા ક્ષમા, મતભેદસહનતા, ગંભીરતા, ઉદારભાવના,વિશાલ દષ્ટિ અને મારી ભક્તિમાં પૂર્ણાનન્દ સ્વીકારી દેશ, સમાજ, સંઘ, કુટુંબાદિની સેવામાં જીવન ગાળવું. શરીરોગથી, અને પાર્જનથી સત્ય સુખ નથી; સત્ય સુખ તે આત્મામાં છે.
“આત્મા તે જ સત્તાએ પરમાત્મા છે અને કર્માવરણનના નાશથી આત્મા જ વ્યક્તિએ પરમાત્મા બને છે. આત્મા તે જ વીર, મહાવીર છે. આત્મરૂપ વીર તે જ સત્તાએ પંચપરમેષ્ઠી છે અને મેહના નાશથી તે જ વ્યક્ત થાય છે. આત્મા જ કર્મનાશથી પરમાત્મમહાવીર બને છે. દુનિયામાં અનંત આગમ, વેદે, નિગમો વગેરે શાસ્ત્રો થયાં છે, થાય છે અને થશે. તે આત્મરૂપ વીરમાંથી પ્રગટ્યાં છે, પ્રગટે છે અને પ્રગટશે. માટે આત્મવીર જે સાત ધાતુરૂપ સપ્તપર્ણના સ્થૂળ શરીરકેષમાં તથા કાર્માણ શરીરકેષમાં રહેલા છે તેને ઓળખવા અને પ્રાપ્ત કરવા માટે પૂર્ણ પ્રેમ, શ્રદ્ધા અને સ્વાર્પણનભાવ ગૃહસ્થાવાસમાં રહી ખીલવવા જોઈએ.
હું આત્મવીર છું. સઘળી દુનિયાના છે પણ આત્મવીરરૂપ અને વ્યક્તિએ મહાવીરરૂપ છે. તેથી હું તથા સર્વ મનુષ્ય, સવ છે અને સર્વાત્માઓ સત્તાએ એક પરબ્રહ્મરૂપ છીએ અને દેહાદિક ઉપાધિ વડે વ્યક્તિથી કથંચિત્ અપેક્ષાએ ભિન્ન છીએ, ચલ છીએ . મલ છીએ, સર્વરૂપ છીએ. મારામાં સર્વ જડ-ચેતન
For Private And Personal Use Only