________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
અપ્યામ મહાવીર વ્યવહાર ચલાવનારી વિધવા પ્રકૃતિધર્મના તાબે રહી આત્મવિકાસ કરવામાં આગળ વધે છે–તેના કરતાં બ્રહ્મચર્ય ધારણ કરનારી વિધવા સ્ત્રી કામવિકારને જીતી દેવલેકમાં તથા સિદ્ધિસ્થાનમાં વસવામાં અનંતગુણી પ્રગતિ કરે છે. પ્રેમમાંથી આત્મમહાવીરના પ્રેમમાં આવનારી વિધવાઓ સાત્તિવક આહારવિહારથી તથા જ્ઞાનીએના બેધથી દ્રવ્ય અને ભાવપૂર્વક બ્રહ્મચર્ય ધારણ કરવામાં સમર્થ બને છે. ભેગો કરતાં શરીરની અનંતગણું મહત્તા અને શ્રેષતા છે. તેના કરતાં ઈન્દ્રિયોની, ઈન્દ્રિયો કરતાં મનની, મન કરતાં સત્ય પ્રેમમય આત્મવીરની, તેના કરતાં શુદ્ધ પ્રેમવિશિષ્ટ વીરાત્માની અને તેના કરતાં પરબ્રહ્મ આત્મમહાવીરની અનંતગુણ શ્રેષ્ઠતા છે. તમગુણ પતિપ્રેમ કરતાં રજોગુણ પતિપ્રેમની અનંતગુણ શ્રેષ્ઠતા છે અને તેના કરતાં સાત્ત્વિક ગુણ પતિપ્રેમની અનંતગુણી શ્રેષ્ઠતા છે.
“સાત્વિકગુણી પતિ પ્રેમના અસંખ્ય ભેદે છે. તમગુણ અને સવગુણ મિશ્રિત સાત્તિવક પતિપ્રેમ હોય છે ત્યાં સુધી એ દિવ્ય પતિપ્રેમ અથવા સત્ય પતિપ્રેમ ગણાતું નથી. સાત્વિક પતિપ્રેમી એવી સ્ત્રી અને સાત્વિક પત્ની પ્રેમી એવો પતિ એ બને દૈહિક પુનર્લગ્ન કદી કરતાં નથી. તેઓ પછી મારા મહાવીરજીવનથી જીવે છે અને મને પરમાત્મપતિ તરીકે માની મારા ઉપર દિવ્ય અને વિશુદ્ધ પ્રેમ ધારણ કરે છે. પશ્ચાત્ શુદ્ધાત્મમહાવીરરૂપ પતિ કે સ્વામી વિના અન્ય કોઈ પરમપ્રિય તરીકે અનુભવાત નથી. સાત્વિક ઉત્કૃષ્ટ પ્રેમ પ્રગટતાં આવી દશા પ્રાપ્ત થાય છે. તેવી દશામાં સ્ત્રીઓ અને પુરુષો કામવાસનાને જીતી અને તેને નાશ કરી મારા પરમ ભક્ત બને છે.”
સત્યરૂપા : “પરબ્રહ્મ મહાવીર ! આપે આપેલે બેધ સત્ય છે. દેશકાલાનુસારે તેમાં ફેરફાર થયા કરે છે. ગૃહસ્થાવાસમાં સર્વ વર્ણની સ્ત્રીઓએ અને પુરુષોએ મુખ્યતયા કેવી રીતે વર્તવું
For Private And Personal Use Only