________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓનું શ્રેયસ્કર જીવન
૪૨૧ કરવા લક્ષ દેવું અને પ્રજોત્પત્તિ માટે વર્ષમાં એકવાર વા બેવારથી વધુ પરસ્પર દૈહિક સંબંધમાં આવવું જ નહીં. તેમણે આત્માનંદને અનુભવ કરવા મારા શુદ્ધાત્મમહાવીરસ્વરૂપના પૂર્ણ પ્રેમી બનવું અને ઉત્તમ અપુનર્લગ્નના ધર્મની તારીફ કરવી. તેમણે કેઈને વિષયસુખથી લલચાવી પુનર્લગ્નમાં જોડવા ઉદીરણા કરવી નહિ. - “સત્ય પ્રેમ સમાન કેઈ મહાશક્તિ નથી. વ્યભિચારથી સત્ય વિશુદ્ધ પ્રેમને દંપતીમાં આવિર્ભાવ થતો નથી અને પરભવમાં તેથી એકદમ સત્ય પ્રેમની પ્રાપ્તિ થતી નથી. પુનર્લગ્ન કરનારા દેહલગ્નના સંબંધીઓ હોય છે. તેમાં દામ્પત્યપ્રેમની મહત્તા, પૂજ્યતા અનેક અંશે ન્યૂન હોય છે. જેઓ હજી સત્ય અને દિવ્ય પ્રેમ પ્રગટાવવા લાયક બન્યા હતા નથી, તેઓ જડ વસ્તુઓના તથા જડ ચામડીને રાગી હોવાથી પુનર્લગ્ન કરે છે. તેઓની સંતતિમાં પણ સદ્દગુરુના બેધ વિના તેવા સંગોમાં સત્ય અને દિવ્ય દાંપત્યપ્રેમ ખીલી શકતો નથી.
કલિયુગમાં સત્ય અને દિવ્ય પ્રેમલગ્નવાળા દંપતીનાં યુગલે ન્યૂન થવા માંડશે, તો પણ આદેશમાં અન્ય સર્વ દેશે કરતાં દિવ્ય અને સ્વર્ગીય પ્રેમવાળા દંપતીનાં જોડલાં ઘણા અધિક પ્રમાણમાં પ્રગટયાં કરશે. કલિયુગમાં ઉત્તમ, મધ્યમ અને અધમ એમ ત્રણ પ્રકારવાળાં લગ્ન કરેલાં દંપતીનાં જોડલાં થશે. આર્યા વર્તના ત્રણ પ્રકારના લગ્નવાળા મનુષ્ય પણ અન્ય સર્વ દેશો કરતાં અવ્યભિચારકર્મ આદિ ગુણોથી શ્રેષ્ઠ ગણાય છે. આર્યપતિવ્રતાએના હદયમાં પિતાના પતિ વિના અન્ય પુરુષ પતિ તરીકે સ્થાન મેળવી શકતા નથી. મારી શ્રદ્ધા, ભક્તિ અને આજ્ઞા પ્રમાણે વર્તનારા સર્વ ખંડેના જે મનુષ્ય મારી કૃપા મેળવી લગ્નાદિકમાં અનાસક્ત બનશે, તેઓ પરમાત્મા મહાવીર એવા મારા પદને પ્રાપ્ત કરશે.
કામ, મેહ, વિકાર અને વાસનાના જોરે વ્યભિચાર કરી ગર્ભ હત્યા કરનારી વિધવાઓ કરતાં પુનર્લગ્ન કરીને સંસાર.
For Private And Personal Use Only