________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
અધ્યાત્મ મહાવીર સર્વ પ્રકારની માનસિક અને કાયિક પ્રવૃત્તિઓને ભેગ મેક્ષાર્થે છે, એમ જૈન પ્રધાનેએ જાણવું.
બ્રહસ્પતિ અષિ ! તમારા જેવા જેને પ્રધાને ભવષ્યિમાં પાકે એવી નીતિઓની ગીતાઓ રચો. બૃહસ્પતિનીતિ નામની સ્મૃતિ ભવિષ્યમાં કલિયુગમાં પ્રગટ થશે. કલિયુગની નીતિઓ કલિયુગને માટે તમે જૈનસંઘના હિતાર્થ રચશે. ગુહાવાસમાં રહેલા જેનો
જ્યાં સુધી કલિયુગમાં ગૃહાવાસને યોગ્ય ઉપદેશેલા પ્રવૃત્તિધર્મરૂપ જૈનધર્મને આદરશે ત્યાં સુધી તેઓ રાજ્યાદિકના આગેવાન રહેવાના, પરંતુ જ્યારે તેઓ તમગુણી બુદ્ધિ અને તમે ગુણ આલસ્યરૂપ નિવૃત્તિને સેવશે ત્યારે તેઓ પડતી દશામાં આવવાના, અને
જ્યારથી પાછા મારા ઉપદેશ પ્રમાણે ગૃહસ્થાશ્રમધર્મની પ્રવૃત્તિએને સેવશે ત્યારથી તેઓ પાછા ચડતી પામશે.”
મિત્રેય ઋષિઃ “પરબ્રહ્મ મહાવીર ! આપને પૂર્ણ ભક્તિથી નમસ્કાર કરું છું. પ્રત્યે ! ઋષિ બ્રહસ્પતિ પ્રધાનને પ્રધાન વગેરેના કર્તરૂપ જેનધર્મને આપે ઉપદેશ આપે, તેથી હું અત્યંત હર્ષ પામ્યો છું.
શ્રી અરિષ્ટનેમિ ભગવાનના તીર્થકાળમાં હું તેમને ભક્ત. -ષિ હતો. તેમના ઉપદેશથી સમ્યકત્વજ્ઞાન પામી અને જૈનધર્મ આરાધી બ્રહ્મદેવલોકમાં વૈમાનિક દેવ થયો છું. આપ પ્રભો! હવે ત્યાગી થઈ તીર્થને પૂર્ણ રીતે પ્રકાશ કરવાના છે. આપે ઋષિ બૃહસ્પતિને સમ્યક્ નીતિને બોધ આપે તે મારા હૃદયમાં ઠસી ગયા છે. આપના તીર્થકાળમાં આપના નામને જેઓ જાપ કરશે તેનામાં અધિષ્ઠાયક બનીને તેઓને હું સન્માર્ગે દેરીશ.
' “શ્રી અરિષ્ટનેમિ પ્રભુ, કે જેનું નામ ઋષિઓએ વેદ્યમાં મંગલ તરીકે સ્વીકાર્યું છે, તે પ્રભુએ ચાવીસમા ઈશ્વરાવતાર મહાપ્રભુ આપ થવાના છે એમ જણાવ્યું હતું. સાથે એ પણ જણાવ્યું હતું કે પાંચમા આરામાં કલિયુગમાં આપના નામના જાપથી વિશ્વને
For Private And Personal Use Only