________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રધાનનું કર્તવ્ય
૪૦૮
બૂરું ન કરવું. રાગથી પક્ષપાતમાં તણાવું નહિ અને શુદ્ધ બુદ્ધિથી સત્ય હકીકત જાહેર કરવામાં મૃત્યુને તલમાત્ર પણ ભય ગણવે નહિ. પ્રજાઓમાં મહાન એવા મહાજનવર્ગના વિચારને અનુસરીરાજ્યમાં અમલ કરવાના દેશકાલાનુસારે નિયમ ઘડવા. પ્રજાવર્ગને કઈ જાતનું દુઃખ કે સંકટ ન પડે એવા ઉપાયે સદાકાળ લેવા.
જૈનધર્મનું આરાધન કરવામાં પ્રજાને સર્વ પ્રકારની સહાય આપવી અને જેનોને જૈનધર્માભિમાની બનાવવા. તેમને સર્વ આબતમાં સહાય કરવી. દેશ, ભૂમિ, રાજ્ય, વ્યાપાર વગેરે આજીવિકાનાં સૂત્રે સદા જેનો પ્રાણુની પેઠે રક્ષી શકે એવી પ્રવૃત્તિ કરવી.
પ્રધાને રાજાના અને પ્રજાના સર્વ પ્રકારના વિચાર અને આચારેથી અને ગુપ્ત રહસ્યથી કુશલ રહેવું. સર્વ ધર્મોના અને સર્વ દેશના ઈતિહાસથી તેણે વાકેફ રહેવું. રાજા પર પ્રજાની સદા પ્રીતિ રહે અને પિતાના રાજા માટે પ્રજા પ્રાણ સમર્પે એવા ઉપાય
જવા. પ્રધાને રાજ્યનાં સર્વ ખાતાં તપાસવાં અને અન્ય દેશોના રાજાઓની ગુપ્ત હિલચાલે તપાસવા પિતાના વિશ્વાસુ ગુપ્તચરેને રાખવા. ચારે વર્ણો તથા ત્યાગી ધર્મગુરુઓ રાજ્યનાં મુખ્ય અંગ
છે. તેઓમાં જોઈતાં સર્વ જાતનાં બળ કાયમ રહે એવી વ્યવસ્થા ચિજવી. ચારે વર્ણમાંથી કઈ વર્ણનું બળ ન ઘટવા દેવું. ધર્મગુરુઓનું બળ ન ઘટવા દેવું. મારા ભક્તોને સર્વ પ્રકારની કેળવણ આપવી અને દેશકાલાનુસારે તેઓ યથાશક્તિ ભક્તિકર્મ, ઉપાસના અને જ્ઞાનની પ્રાપ્તિ કરે તેમ કરવું. સર્વ દેશના સમાચારજ્ઞાનથી પોતાના દેશની પ્રજાને વાકેફ રાખવી. પ્રધાને કદી લાંચ ન લેવી. સ્વરાજ્ય, સ્વભૂમિ અને સ્વધર્મને રાગ કદી ન ત્યજવે અને પ્રાણુને પણ ફૂટી ન જવું. ધર્મના, રાજ્યના અને દેશના દ્રોહી કદી ન બનવું. પોતાના અધિકારીઓને માન આપવું અને વિપત્તિ પ્રસંગે સર્વ પ્રજાના ઘેર ઘેર જવું અને તેને આશ્વાસન આપવું.
For Private And Personal Use Only