________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આળશિક્ષણ
૪૫ છે. સર્વ મનુષ્યની નિયતિ, જે અનાદિકાલના સંગોથી નિર્મિત સ્વભાવસિદ્ધ થયેલી છે, તેનું સ્વરૂપ આપે જણાવ્યું છે તેથી તે પ્રમાણે આપની આજ્ઞાથી વર્તીશ અને દેશ, કેમ, સમાજ, સંઘ, પ્રજા અને ધર્મની સેવામાં સર્વ મનુષ્યોને તેમનાં કાલ, સ્વભાવ, પુરુષાર્થ, કર્મ અને નિયતિ પ્રમાણે નિર્ધારિત માર્ગોમાં તેઓને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણથી દેરીશ અને લેકેનું કલ્યાણ કરવા પ્રયત્ન કરીશ. આપની આજ્ઞા પ્રમાણે અપ્રમત્તયેગે સ્વપરપ્રગતિ માટે પ્રવૃત્તિ કરીશ. આપ ત્યાગમાર્ગ દ્વારા વિશ્વના લોકોનું કલ્યાણ કરવા આપની તીર્થંકરની શકિતઓ પૂર્ણપણે કામે લગાડે. આપના કાર્યમાં મારી સમ્મતિ છે. આપની સર્વેચ્છાઓ અને પ્રવૃત્તિઓમાં હું અભિન્ન છું. આપના સર્વ પ્રકારનાં મહાવીરસ્વરૂપનાં ગુણકર્મોમાં મારો પૂર્ણ પ્રેમ અને વિશ્વાસ છે.
“પ્રિયદર્શના વગેરેને સત્ય શિક્ષણ આપીશ અને તેઓને દ્રવ્ય–ભાવાદિ શકિતયુકત આત્મવીર સન્મુખ કરીશ. આપ વિશ્વના લેકેને ત્યાગપૂર્ણ આદર્શ જીવનની ઉપગિતા જણાવે. ત્યાગમાર્ગ દ્વારા સિદ્ધ થવાની તથા આપનું પદ પામવાની જેઓની નિયતિ હોય તેઓને તે માર્ગમાં જેડા અને ગૃહસ્થને ગૃહસ્થધર્મમાં જો. આપ જીર્ણ થયેલી ધર્મની સર્વ પ્રકારની સદ્વિચાર અને આચારની પ્રવૃત્તિઓને સજીવન કરે. કેવળજ્ઞાનથી ઉપદેશ આપી વિશ્વને ઉદ્ધાર કરે.
“આપે સર્વ જેને માટે સર્વ માર્ગો નિયત કરેલા છે. આડાઅવળા ભટકીને પણ છ પાછા આવી તે માર્ગો પર ચાલે છે. આપના હથિયાર તરીકે નિયતિએ નક્કી કરેલા માર્ગમાં ગમન કરીને મનુષ્ય દરેક યુગમાં અનેક પ્રકારે કાર્યો કરે છે. તેને પાર આપ વિના અન્ય કેાઈ પામી શકતું નથી. હથિયારે મનુષ્ય પોતાના ખપ પ્રમાણે ઉપાગ કરે છે, તેમ પ્રત્યે ! તમે મારે તથા વિશ્વવતી ભક્ત મનુષ્યને ઉપગ કરી સાધ્યબિન્દુ
For Private And Personal Use Only