________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪
અધ્યાત્મ મહાવીર
કરી વિશ્વસૃષ્ટિના પર્યાયદષ્ટિએ કર્તા-હર્તા બને છે, તે પછી જગજજીવન એવા આપ જે ધારો તે આજ્ઞા પ્રમાણે જ્ઞાન વડે કરવા સમર્થ છે, એમાં શું કહેવું? વિશ્વવત સર્વ જીવોની. પર્યાયસૃષ્ટિના કર્તા-હર્તા આપ છો. આપના ભકતની જેના પર કૃપાદૃષ્ટિ પડે છે તે આત્માની માનસિક અને કાર્મિક સૃષ્ટિની ઉન્નતિ થાય છે. આપ કરડે, અબજો જન દર રહેલા આપના. ભકતેનાં મનને અને કર્મને સારા રૂપમાં ફેરવી શકે છે. આપના ભકતો પણ પોતાની કટિથી નીચે રહેલા આત્માઓનાં મન અને કર્મ વગેરેને એક કૃપાદૃષ્ટિના બળથી ફેરવી શકે છે અને પોતાના આત્માને શુદ્ધાત્મમહાવીર પરમાત્મારૂપ કરી શકે છે. આપની કૃપાથી આપના ભક્તો જડ સૃષ્ટિના ઈશ્વર બને છે. તેથી તેઓ શુદ્ધ સત્ય બુદ્ધિથી કુટુંબાદિકનાં કર્મો કરે છે, છતાં તેઓ આત્મવીર બન્યા હેવાથી મેહકર્મની સત્તા તેમના પર ચાલતી નથી, તેમને કર્મ લાગી શકતું નથી. રંકને રાજા બનવું એ આત્મવીરની શક્તિ પર આધાર રાખે છે. મનુષ્યમાત્ર આત્મમહાવીર બની શકે છે.
પ્રિય પ્રત્યે ! હવે આપ આધ્યાત્મિક શક્તિઓના પ્રકાશ વડે વિશ્વને ઉદ્ધાર કરે. આપની ઈચ્છા પ્રમાણે વર્તવું એ જ મારી આપના પ્રતિ ભકિત છે. મનુષ્ય અને સર્વ જી પિતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, છતાં તેઓને ભવિતવ્યતા નડે છે. તેમાં ગુપ્ત રહસ્ય રહેલું છે. તે એ જ છે કે આપની આજ્ઞા પ્રમાણે વર્તનારી ભવિતવ્યતાશકિત તેમની જે માગે પ્રગતિ થવાની છે તે માર્ગ પ્રતિ તેમને ખેંચીને લઈ જાય છે. મનુષ્ય ધારે છે કંઈ અને થાય છે કંઈ તેમાં નિયતિએ નિશ્ચય કરેલ જે અન્ય માર્ગ આત્મવિકાસ માટે નિયત હોય છે તે તરફ ભવિતવ્યતા લઈ જાય છે.
ત્યાગમાર્ગની નિયતિએ ત્યાગમાર્ગ દ્વારા આત્મોન્નતિ થાય છે. અને ગૃહસ્થમાર્ગની નિયતિએ ગૃહસ્થાવસ્થા દ્વારા આત્મમહાવીરને વ્યકત કરાય છે. તે નિયતિ આપના જ્ઞાન પ્રમાણે વર્તે
For Private And Personal Use Only