________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
અધ્યાત્મ મહાવીર
વનસ્પતિઓ તથા તેના ગુણે વગેરેને સમજવા લાગી છે.
રોગીઓને સહાય કરવાનું તેને ઘણું ગમે છે. તે ગરીબ લેકેને સુવર્ણ મહોરો આપે છે અને આપણી પાસે અપાવવાનું કહે છે. દુનિયાના પદાર્થો સંબંધી વારંવાર પ્રશ્ન કરીને જ્ઞાન મેળવે છે. તે સ્વચ્છ રહે છે અને વિવેકથી વર્તે છે. મને અનેક પ્રશ્નો પૂછી ગમ્મત સાથે જ્ઞાન મેળવે છે. તેનું મન સર્વ વિશ્વને પિતાનું કરી લેવા જેટલો લેભ રાખે છે. તેનું મન સર્વ વિશ્વથી પૂજાવા જેટલું માન ખીલવવા પ્રયત્ન કરે છે. તેના મનને ક્રોધ તેના મનને સત્ય પ્રેમથી વિશ્વવ્યાપક થવા પ્રેરે છે. તેની માયા સર્વ વિશ્વમાં કલાએથી વ્યાપ્ત થવા ઇચ્છે છે. આત્મરૂપ આપના વ્યાપક સ્વરૂપ જેવું તેનું રૂપ છે. તેથી તે વિશ્વવ્યાપક શક્તિઓ પ્રગટાવવા માટે ક્રોધ, માન, માયા, લેભાદિ પ્રકૃતિઓની આત્મવીર પ્રતિ અનુકૂળતા કરી આગળ વધવા મનુષ્યાવતારથી જન્મી છે. એવા આભાઓ આપની નજીકના હેઈ આપણી સાથે વિશ્વસેવામાં સહચારી બનવાના છે. તેથી તેમની સેવાભક્તિ તે આપની જ સેવાભક્તિ છે.
પ્રિયદર્શનાનું રૂપ અલૌકિક છે. મનરૂપ બ્રહ્માથી ઘડાયેલાં રૂપમાં પ્રિયદર્શનાનું અલૌકિક રૂપ દેખીને તેને જોવા વિશ્વ ઉત્સુક બને છે. પ્રિયદર્શનામાં આપના સ્વરૂપને દેખું છું. આપની પ્રતિમા તે છે. તેને રમાડવામાં મનની એકાગ્રતા તથા અન્યત્ર જતી ચિત્તવૃત્તિને નિરોધરૂપ ગની દશા અનુભવાય છે.
સર્વ બાળકનું શિક્ષણ માથી શરૂ થાય છે. માના શિક્ષણથી પરમાત્માના અવતાર પ્રગટે છે, માટે પરમાત્માની પેઠે માતારૂપ મહાદેવી પૂજ્ય છે. દયા અને પ્રેમની મૂર્તિ માતા છે. માટે આપના ઉપદેશ મુજબ પ્રિયદર્શનને શિક્ષણ આપી આદર્શ પુત્રી બનાવીશ. આપની ત્યાગાવસ્થામાં તે પૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરશે અને આપ સમવસરણમાં બેસી ઉપદેશ આપશે ત્યારે આપને
For Private And Personal Use Only