________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળશિક્ષણ
૩૯૯
શ્રવણ કરીને મને અત્યંત આનંદ થયે છે. માતાની બાળકે પ્રતિ શિક્ષણ સંબંધી જે જે ફરે છે તે આપે સારી રીતે દર્શાવી છે.
“રજ-તમ–સત્વગુણાત્મક પ્રકૃતિની ત્રિવિધ શક્તિરૂપ બાહ્ય ધર્મ અને જ્ઞાન-દર્શન-ચારિત્ર-વર્યાત્મક આન્તરધર્મયુક્ત અનાદિકાલીન સનાતન જૈનધર્મરૂપ એવા વીર ભગવાનના તિભાવ અને આવિર્ભાવ સ્વરૂપની ઉત્પાદ–વ્યય-ધ્રુવાત્મ શક્તિસ્વરૂપિણ એવી મારી આરાધનાને જેઓ આપનાથી અભિન્નપણે કરે છે તે બાળકોની ઉન્નતિ એ જ પિતાની ઉન્નતિનું ઉત્તરરૂપ છે એમ સમજી શકે છે. બાલિકાને સત્ય પ્રેમના સાગરરૂપ કરવાથી પુત્રીને દેવી કરી શકાય છે.
પ્રેમ એ જ સર્વ વિશ્વનું મહા આકર્ષક સ્વરૂપ છે. તે જેનામાં વ્યક્ત થાય છે તે મારી પ્રતિમા અર્થાત્ મારા સમાન બને છે. આપની આજ્ઞા મુજબ પ્રિયદર્શનને શિક્ષણ આપીશ. આપના સમાગમથી તે ઘણું આત્મવીરજ્ઞાન મેળવી શકે તેમ છે. પ્રિયદર્શન આંખો વડે જે જે પદાર્થો દેખે છે તે સંબંધી પ્રશ્નો પૂછીને જ્ઞાન મેળવે છે. તેને તીર્થકરેનો, મહાત્માઓની વાત સાંભળવી બહુ ગમે છે. જુઓ, આપના પર પ્રિયદર્શના કેટલે બધે પ્રેમ રાખે છે. તે આપને તથા મને પગે લાગે છે. આપનાં દર્શન કર્યા પછી તેને શાંતિ વળે છે. આપને તે મજાના પ્રશ્નો કરે છે. તે રોતી નથી, કલેશ કરતી નથી. સત્યસ્વરૂપ આપની પ્રભુતા તે સમજવા લાગી છે અને તેથી તે ઘણી પ્રસન્નતાને ધારણ કરે છે. આપના ખળામાં બેઠા બાદ તેને ઊઠવાનું મન થતું નથી. આપણે જે વાત કરીએ છીએ તેમાં તેને સમજણ પડે છે. તે કેઈથી ભય પામતી નથી. મૃત્યુની ભીતિની તેને અસર થતી નથી. તે ઉચ્ચનીચના ભેદથી રહિત મનવાળી છે. તે ઘેર આવેલા મનુષ્યનું સન્માન કરે છે અને પશુઓ પર તથા પંખીઓ પર પ્રેમ ધારણ કરે છે. તેઓને તે પંપાળે છે અને તેમના ખાવાપીવાની સંભાળ લે છે. હરણના પાળેલા અચ્ચા પર તે ઘણે પ્રેમ રાખે છે. બાગમાં ઊગેલાં વૃક્ષો અને
For Private And Personal Use Only