________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
અધ્યાત્મ મહાવીર
પરણાવે છે તથા નિવય અને યોગ્ય શક્તિ વિનાની સાથે પરણાવે છે, તે મારા ભક્ત જૈન નથી. તે દેશ, સમાજ, જૈન સંધ, રાજ્ય વગેરેની પરંપરાએ પડતી કરનાર બને છે અને મૃત્યુ પામ્યા બાદ પુત્રીના શાપથી, પુત્રીની સ્વતંત્રતા હરવાથી તથા મારી આજ્ઞાવિરુદ્ધ વર્તવાથી અધોગતિને પામે છે.
પુત્રીને ગુલામડી, દાસી સમજનારની સાથે પુત્રીનાં લગ્ન ન કરવાં જોઈએ. પુત્રોને અને પુત્રીઓને તીર્થરૂપ માની તેઓની સલાહસંમતિ પૂર્વક લગ્ન કરવાં. પુત્રીઓને ગૃહવ્યવસ્થાની સર્વ પ્રકારની કેળવણી માતાએ અગર ગૃહમાં વડેરી અન્ય સ્ત્રીએ આપવી. સમાજમાં તે પિતાનું પદ જાળવી રાખે એવી લાયક બનાવવી. તેને દેશ અને ધર્માભિમાની બનાવવી. તે ગમે ત્યાં જાય, પરંતુ વ્યભિચારી ન બને એવી મારી શિક્ષા મુજબ કેળવણી આપવી.
“સ્ત્રી પ્રેમસ્વરૂપ છે, માટે પુત્રીઓને સર્વ પ્રકારના પ્રેમના ભેદનું રહસ્ય સમજાવવું. સત્ય પ્રેમ, દિવ્ય પ્રેમ, શુદ્ધ પ્રેમ આદિ સર્વ જૈનધર્મ છે. તેવા પ્રેમને હૃદયમાં ખીલવીને પુત્રીઓ વતે એ બોધ આપવો. ગૃહિણી અને સાધ્વી લાયક સર્વ પ્રકારના ગુણે વડે પુત્રીઓ ખીલે તથા ધર્મેયુદ્ધમાં પતિની સાથે પત્ની પણ ભાગ લે એવી સર્વ પ્રકારની કેળવણી આપવી. પુત્રીઓને ગાયનવિદ્યાની, નૃત્યકલાની અને પતિને રીઝવવાની વગેરે ગ્ય કલાઓની કેળવણું આપવી.
“શ્રીમતી યશદાદેવી ! તમારે પ્રિયદર્શના પુત્રીને સર્વ પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ આપવું અને તેને તમારી પ્રતિમારૂપ બનાવવી. એ જ તમારી મારા પ્રતિ ભક્તિ છે. દેશ અને સમાજમાં સર્વ માતા પિતાના પુત્રોને તથા પુત્રીઓને એ રીતે શિક્ષણ આપે તેમાં તમારે ભાગ લેવાની જરૂર છે. તેવું કર્તવ્ય કરતાં સર્વસ્વનું અર્પણ કરવું એ જ જૈનધર્મરૂપ મારી ભક્તિ જાણવી.
શ્રી યશદાદેવી પૂર્ણ પ્રેમસ્વરૂપ પ્રભો ! આપનાં વચનામૃત
For Private And Personal Use Only