________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળશિક્ષણ
૩૯૭.
આવીસ કે પચીસ વર્ષની પહેલાં લગ્ન ન કરે, એવું દાખલા દલીલે પૂર્વક ગુરુકુળમાં શિક્ષણ અપાય.
સર્વ પ્રકારની રાજકીય, વ્યાપારિક, હુન્નર કરવાની તથા ધાર્મિક કેળવણી સંપૂર્ણ લીધા વિના માતાપિતા પિતાનાં પુત્રો અને પુત્રીઓનાં લગ્ન કરે, તે તેઓને મારા હુકમનો અનાદર કરનાર જાણવાં. પરિણામે ભવિષ્યમાં–કલિયુગમાં તેમનાં સંતાન રાજ્ય, વિદ્યા, લક્ષમી, સત્તા, જ્ઞાન, શક્તિ, બળ વગેરેથી હીન થઈ અન્ય પ્રજાઓનાં ગુલામ થશે. પાછાં જ્યારે મારા હુકમને આદર કરી, તેના પાલન રૂ૫ ભક્તિને આચારમાં મૂકી વર્તશે ત્યારથી તેઓ દેશ, કોમ, સમાજ, સંઘ તથા રાજ્યમાં, વ્યાપારમાં અને શારીરિક તેમ જ માનસિક આરોગ્યમાં ચડતી પામશે, એમાં અંશમાત્ર સંદેહ રાખ.
નહિ.
“મારા કથનમાં સંશય રાખનારાઓ અને સંશયથી વર્તન નારાઓ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો વગેરે વિનાશ પામે છે. તેમનું સ્થાન મારી આજ્ઞા પ્રમાણે વ્ય વચે લગ્નાદિ કરનારી અન્ય પ્રજાઓ લે છે.
શ્રી યશોદાદેવી ! પુત્રીઓનું પુત્રોના સમાન સન્માન કરવું. માબાપે પુત્રના જેટલી જ તેમને ચાહવી. તેમને સર્વ પ્રકારની કેળવણી આપવામાં તથા તેમના આત્મિક મહાવીરની, માનસિક વીરની અને કાયિક વરની શક્તિના વિકાસમાં સર્વસ્વાર્પણ કરવું. એ જ મારી ભક્તિ અને મારી સેવા તથા ઉપાસના છે.
“પુત્રીઓ જ માતાઓ થવાની છે અને માતાઓ જ વિશ્વની દેવીઓ છે. તેમને સંતાનોત્પાદક યંત્ર સરખી જે લેકે રાખે છે તેઓની વંશપરંપરામાં મારા ભક્તોને અને ભક્તાણીઓને જન્મ થતો નથી. જે પોતાની પુત્રીઓને અયોગ્ય પતિઓ સાથે પરણાવે છે. જે મારા ભક્તો નથી હોતા તથા જે મારા નામમન્ટને અને મારા ભક્તના સંસ્કારને ગ્રહણ કરતા નથી તેઓની સાથે જે
For Private And Personal Use Only