________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૯૪
અધ્યાત્મ મહાવીર
આપી અને ભક્ત, નીતિમાન બનાવી દે છે, કે જેથી મેાટી ઉંમરમાં તે સ`સ્કારો વડે પ્રભુની ભક્તિ કરી ઉત્તમ સદ્ગુણી મનુષ્ય અને છે.
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાના પેટમાં જ્યારથી સંતાન રહ્યુ. હેાય ત્યારથી માતાને ભય, શાક, કલેશ, દીનતા વગેરે અશુભ વિચારા પ્રગટે એવાં નિમિત્તો આપવાં નહિ. માતાઓને પ્રસૂતિગૃહમાં સર્વ પ્રકારે આરોગ્ય રહે એવા ઉપાયા ચેાજવા.
૮ માતાએ બાળકને ધવરાવતી વખતે ક્રોધ, માન, કલેશ, ભય, વૈર, વિશ્વાસઘાત વગેરે ખરાબ વિચાર કરવા નહિ. ગુસ્સા વગેરે કરવાથી સ્તનમાં રહેલા દૂધમાં ઝેરી અસર ઉત્પન્ન થાય છે, તેથી ખાળકને શારીરિક તથા આત્મિક હાનિ થાય છે. માએ બાળકને ધવરાવતી વખતે મન પ્રસન્ન રાખવુ. ભક્તિ, જ્ઞાન વગેરેની ઉત્તમ ભાવનાઓથી મનને તરખેાળ કરી દેવુ, વિશ્વપ્રેમથી મનને ભરી દેવુ' તથા અનેક શુભ કબ્યા અને વિચારાથી આત્માને ભરી દેવા. તેની અસર બાળક પર અમૃતપાનની પેઠે થાય છે અને થશે. નાનાં બાળકાની જિજ્ઞાસાને માએ વિવેકપૂર્વક પૂર્ણ કરવા પ્રયત્ન કરવા.
· પુત્ર કરતાં પુત્રીને હલકી ગણવી નહિ અને તેને ઉછેરવામાં કે ખાન,પાન,પઠન વગેરેમાં અંશમાત્ર ભે ધારણ કરવા નહિ. તેના પર પણ પુત્રની પેઠે પૂર્ણ પ્રેમ ધારણ કરવા. સ્વાની દૃષ્ટિ કરતાં મારા તરફની આજ્ઞાએ ફરજની દૃષ્ટિથી બાળકાને મારું લઘુવયનુ સ્વરૂપ માની, તેમને મારુ રૂપ માની રમાડવાં, જમાડવાં તથા તેને સર્વ પ્રકારનું ઉત્તમ શિક્ષણ આપવુ'. લઘુ ખાળકેની સેવામાં જે કાળ, પુરુષા, ધન વગેરેના વ્યય થાય તે મારી સેવામાં થયેલેા માનવા. તેમને કઈ રીતે તુચ્છ ગણવાં નહિ. તેમને દેશની ઢાલત, પૃથ્વીના રાજાઓ, ઋષિઓ, સંતા વગેરે માનવાં. તેમને પદ્મા મહાવીરસ્વરૂપની
For Private And Personal Use Only