________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૫
બાળશિક્ષણ શક્તિઓને પ્રાપ્ત કરવામાં સર્વ પ્રકારની સગવડ કરી આપવી.
લઘુ બાળકોને સેવાભક્તિના માર્ગ શીખવવા. તેમના ઉત્સાહની સર્વથા અભિવૃદ્ધિ કરવી અને તેઓનો આત્મમહાવીર વ્યાપક બને એવા સર્વ પ્રકારના ઉપાયોથી શિક્ષણ દેવું. તેઓ. દેશ, સમાજ, રાજ્ય, સંઘ, પ્રજા, ધર્મને માટે સર્વસ્વનું અર્પણ કરે અને સર્વ માટે પિતાને જીવવાનું છે અને પોતાની સર્વ શક્તિઓ વાપરવાની છે એવું ઉત્તમ શિક્ષણ તેમને આપવું. બાળકોને ગેખણપટ્ટીનું શિક્ષણ ન આપતાં તેઓને વિચાર કરવાનું શિક્ષણ આપવું, પોતાની મેળે નવી નવી શોધ કરી શકે એવું તેમને શિક્ષણ આપવું. બાળકને જીવતી ભાષામાં શિક્ષણ આપવું. શારીરિક બળ તથા માનસિક બળ વધે તથા તેઓ ઉચ્ચનીચ ભેદથી દૂર રહે અને વિશ્વોન્નતિમાં એકસરખો ભાગ લે એવા. ઉત્તમ વિચારેથી માતાએ બાળકનાં હૃદય ભરી દેવાં. મૃત્યુને ભય તેઓને સ્વપ્નમાં ન રહે એવું માએ બાળકને શિક્ષણ આપવું.
દેશ, કેમ, સંઘ, રાજ્ય, ધર્મ આદિ માટે મરવામાં, ધન વગેરેને ભોગ આપવામાં અંશમાત્ર હૃદય ઘડકે નહિ તથા દુષ્ટની સાથે યુદ્ધ કરવામાં કદી ભયને વિચાર ન આવે એવા બળવાન વિચારોથી માતાએ બાળકનાં હદય ભરી દેવાં. એવો. સમય કદી આવવાનો નથી કે દુનિયામાંથી દુષ્ટ લેકેનું યુદ્ધ નાબૂદ થાય, માટે બાળકને ધર્મ યુદ્ધની તાલીમ આપવી. એવા. વિચારે અને પ્રવૃત્તિરૂપ જૈનધર્મને કદાપિ ત્યજ નહિ.
“માએ અસત્ય પાપના ભય બતાવીને બાળકોને સત્ય પ્રવૃત્તિ કરવામાં નિર્બળ અને બાયેલાં બનાવવા નહિ. માએ બાળકે મેજશખમાં ચકચૂર બને નહિ અને દેશ, કેમ, સમાજ, રાજ્યની શક્તિઓથી હીન ન થાય એવી શિખામણે દષ્ટાંતપૂર્વક આપવી. બાળક સ્વતંત્ર વિચાર કરે અને દુશ્મનોથી ડરે. નહિ એ જુસ્સાથી બોધ આપે. તે ત્યાગ કરવામાં કદી પાછા.
For Private And Personal Use Only