________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળશિક્ષણ
૩૯૩ ગુલામ, દાસ તરીકે મનુષ્યોને ન બનાવવા, પણ ઘરમાં, રાજ્યમાં, દેશમાં, સમાજમાં કામ કરનારાઓને પોતાના સમાન સ્વતંત્ર બનાવવા, કે જેથી બાળકના હૃદયમાં તેવા સંસ્કાર પડે નહિ.
“બાળકોને સારી હવાવાળાં સ્થાનમાં ફેરવવાં, અને તેઓને ઉત્તમ રમકડાંની રમતોથી આનંદપૂર્વક શિક્ષણ મળે અને તેઓની ઈન્દ્રિયે, મન અને શરીર કેળવાય એવા ઉપાયો લેવા. તેમને પશુઓની અને પંખીઓની તથા વનસ્પતિઓની જાતિઓ ઓળખાવવી. તે જે કંઈ પૂછે તેનો પ્રેમથી ઉત્તર આપી તેમની જિજ્ઞાસા તૃપ્ત કરવી. તે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ભૂલ કરે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે તેમને સમજાવવા અને તે ઉત્સાહમય સ્વતન્ત્ર જીવન જીવવાલાયક બને એવું શિક્ષણ આપવું. તે સમજે એ પ્રમાણે પ્રથમ દશ્ય વસ્તુઓને નિરીક્ષણનું શિક્ષણ આપવું. તેઓને આનંદ પડે એવી મીઠી મીઠી સારી વાર્તા કહેવી. તેમને ખાવાપીવાનું વિવેકવાળું શિક્ષણ આપવું. તેમને સૂર્ય, ચંદ્ર, તારા વગેરે સંબંધી જિજ્ઞાસા થતાં તેમને જેટલું સમજે તે પ્રમાણમાં તે સંબંધી જ્ઞાન આપવું. દુઃખી મનુષ્યોની સેવા કરવા સંબંધી જ્ઞાન આપવું. તેમના હાથે કેટલાક સેવાનાં કર્મો કરાવવાં. તેઓ પિતાની મેળે જે કંઈ કરે તે કરવા દેવું; ફક્ત ભૂલે ત્યાં સહાય કરવી, તેથી તેમના આત્માનો વિકાસ વધતો જાય છે. તેમનામાં ભયના, શેકના, નિર્લજજ પણાના, હિંસાના તથા અસત્યના વિચાર આવવા દેવા નહિ. ધમકાવી–ડરાવી એમને સ્વતંત્ર વિકાસનું ખૂન કરવું નહિ. વિચારોનું ખૂન એ આત્માનું ખૂન છે.
તેમની સેવાચાકરી અને પાલનપોષણ કરતાં માબાપે કદી કંટાળવું નહિ. તેમના પર મારા જેવો પ્રેમ ધારણ કરે. બાળક આઠ વર્ષનાં થાય ત્યારે તેમને ગુરુકુળમાં લિપિ, ભાષા વગેરેના જ્ઞાન માટે મૂકવાં. આઠ વર્ષનું બાળક થાય એટલા સમયમાં મા પિતાના બાળકને દેવ, ગુરુ અને ધર્મનું જ્ઞાન
For Private And Personal Use Only