________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ર
અધ્યાત્મ મહાવીર છે, તેટલું અન્ય પાસેથી ગ્રહણ કરી શકતો નથી. દેશ, સમાજ, સંઘ, ધર્મની ઉન્નતિનો આધાર માતા ઉપર છે, માટે માતાઓએ સર્વ પ્રકારનું જીવન્ત શિક્ષણ ગ્રહણ કરી ગ્ય માતા બનવું જોઈ એ. પિતા બ્રહ્મા છે, તે માતા શક્તિ દેવી છે. શક્તિ દેવી. વિના પિતાથી સૃષ્ટિની ઉત્પત્તિ કરી શકાતી નથી. માતામાં. સર્વ પ્રકારનાં શિક્ષણ પ્રગટવાં જોઈએ.
શ્રી યશોદાદેવી! તમે સ્ત્રીવર્ગને ખરી માતા તરીકે બનાવવાને આત્મભોગ આપીને પ્રયત્ન કરે. બાળક જન્મીને બહાર પડે છે ત્યારથી તે આંખ, કાન, મુખ, નાક, ચામડી વગેરેથી શિક્ષણ ગ્રહણ કરે છે. માતાએ બાળકને પોતે ધવરાવવું, પણ જેનામાં બાળક પર મા જેટલો પૂર્ણ પ્રેમ નથી તથા જેના. ગુણધર્મ ભિન્ન છે એવી ધાવમાતાઓ પાસે બાળકને ધવરાવવું નહિ, કારણ કે તેથી બાળકના ગુણકર્મમાં ફેરફાર થાય છે અને તેનામાં સત્ય દિવ્ય પ્રેમ પ્રગટતો નથી. બાળક પર માતાએ કામના. બેજથી કંટાળી ગુસ્સે ન થવું તથા તેઓને મારવાં નહિ, કારણ કે તેમ કરવાથી બાળકમાં સત્ય પ્રેમ, સ્વતંત્ર હૃદય, સત્ય વગેરે, ગુણાને વિકાસ થતો અટકી જાય છે. તે ગુણોના નાશની અપેક્ષાએ બાળકની જે હત્યા થાય છે તે અજ્ઞાની માતાઓના સમજવામાં આવતી નથી. બાળકની ઈચ્છાઓને દાબવી નહિ તેમ જ તેઓ ભૂલ કરે છે તે પ્રેમથી તથા યોગ્ય શિખામણથી સુધારવી.
બેત્રણ વર્ષના બાળકને દાન દેવાની ટેવ પાડવી, અતિથિઓને સત્કાર કરવાની ટેવ પાડવી, માતાપિતા વગેરેને નમસ્કાર કરવા ની ટેવ પાડવી. તેમને ગમે એવાં દૃશ્યો દેખાડવાં. ઘરમાંનકર વગેરે રાખ્યા હોય તો તેમના હાથમાં બાળકને રમાડવા આપવાં નહિ, કારણ કે તેઓ પરતત્ર જેવા તથા અલ્પજ્ઞ હોય છે. તેઓનાં ચેષ્ટા, વિચાર, પ્રવૃત્તિઓથી બાળક તેના જેવું શિક્ષણ ગ્રહણ કરી મોટી ઉમરમાં દાસ જેવા વિચાર અને પ્રવૃત્તિવાળું બને છે.
For Private And Personal Use Only