________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિતી પ્રવર્તન પૂર્વે
૩૮૭
- “આપે ગૃહસ્થાવાસમાં રહીને અનેક મિત્રોને, બંધુઓને, કુટુંબીઓને તથા ભારત અને અન્ય દેશના લોકોને પરેપકાર વડે ઉદ્ધાર કર્યો છે. આપના શરીરના, મનના પરમાણુઓ અનંત ઉપકાર કરવાની મૂર્તિરૂપ બનેલા છે. સૂફમમાં સૂક્ષમ પરમાણુના કરતાં આપનું નૂર (આપની પરબ્રહ્મ જાતિ) સૂક્ષમ છે. તેને જડ શોધકે પ્રાપ્ત કરી શક્તા નથી. તમે પરમાણુથી પણ સૂમ છે.
“આપ પૃથ્વી વગેરેને તેમ જ સૂર્યની જ્યોતિને પ્રકાશ કરી શકે છે. આપની જ્યોતિ વડે સૂર્યાદિની તિઓ પ્રકાશે છે. માટે સર્વત્ર વિશ્વમાં આપ જ એક પરમાત્મા છે. અસંખ્ય વાસુદેને, અનંત રુદ્રો અને અસંખ્ય બળરામને આપ પ્રકાશ કરે છે. સર્વ જીવોની સાથે રહેલાં અનંત મન પણ આપને પ્રકાશ કરી શકતાં નથી, પરંતુ આપના પરબ્રહ્મ તેજ વડે અનંત મનને પ્રકાશ થાય છે. આત્મમહાવીરના પ્રકાશ વડે દુનિયામાં અનેક જડ પદાર્થોનું જ્ઞાન કરી શકાય છે. આપના સત્તારૂપ કરતાં આપનું જ્ઞાનાદિપર્યાયાત્મક વ્યક્તરૂપ અનંતગુણ મહાન છે અને તેના જ્ઞાનપ્રકાશમાં વિશ્વ એક પાદ જેટલું છે, એવો આપને જે મહિમા છે તેને અન્તરમાં પૂર્ણ અનુભવ થયો છે.
“ગૃહસ્થોને ગૃહસ્થ ધર્મ પ્રમાણે આપના પવિત્ર વિચારોના ધર્મશાસ્ત્રાનુસારે ધર્મવ્યવહારમાં પ્રવર્તાવીશ, અને સર્વ પ્રકારનાં વિદ્યા, લક્ષ્મી, સત્તા, પ્રભુતા, રૂપ, યૌવન વગેરેને મનુષ્ય અહંકાર નહિ કરે એવી રીતે તેઓને આપના હુકમ પ્રમાણે પ્રવર્તાવીશ. જંગલી લકે પણ આપના નામના આશ્રિત અને પવિત્ર વિચારો પ્રમાણે વર્તનારા બને એ પ્રમાણે ત્યાગીઓ તથા બ્રાહ્મણને તેઓની આપની પેઠે ભક્તિ કરીને પ્રેરીશ. આપના ત્યાગજીવનના સદુપદેશેને ઝીલવાલાયક સર્વ જાતિના મનુષ્યો બને એવો પુરુષાર્થ સેવીશ. મારું સર્વ જીવન આપમાં હોમ્યું છે. મારું નામરૂપ આપને આપ્યું છે. આપના નામરૂપ તે મારા અનુભવાયાં છે.
For Private And Personal Use Only