________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
અધ્યાત્મ મહાવીર વતી શકાય નહિ. તેથી કલિયુગમાં મારા ભક્તોએ ધર્મનીતિ વગેરેના કાયદાઓ તદનુસારે ઘડવા અને મારી પ્રેમથી ભક્તિ કરવી. વતની અલ્પતા છતાં ભક્તિયેગથી વ્રત–પ્રત્યાખ્યાનથી રહિત મનુષ્ય પણ મારું સ્વરૂપ અનુભવશે અને તેઓ વિશ્વની વ્યાપક સેવા તથા ભક્તિથી ઉન્નત અને શુદ્ધ થશે. કલિયુગમાં આપદુધર્મની મુખ્યતા હોય છે, તેથી મારા નામમાહાસ્યથી લેકે મારા ખરા ભક્તો બનશે.
નંદિવર્ધન! એ પ્રમાણે ઉપદેશ શ્રવણ કરી અને ભક્તિસેવા કરી કમગી બને !”
નંદિવર્ધનઃ “પરબ્રા મહાવીર ! તમારા સદુપદેશને હૃદયમાં ધારણ કરું છું. દેશ, રાજ્ય, સમાજ, સંઘની ઉન્નતિના આપે દર્શાવેલા ઉપાયને હું સર્વત્ર પ્રચાર કરીશ. ભય, ખેદ અને દ્વેષથી રહિત અને સર્વ શક્તિઓથી પૂર્ણ એવા જૈનોને બનાવવા સર્વથા અને સર્વદા પ્રયત્ન કરીશ તથા જૈનો શસ્ત્ર, શાસ્ત્ર અને અધ્યાત્મશક્તિઓવાળા સદા રહે એવા આપે દર્શાવેલા હુકમને અમલમાં મૂકીશ.
કર્મપ્રકૃતિના સંગથી યુક્ત આત્મવીર આપે છે. તેથી તમે તે દષ્ટિએ અનાદિકાળથી કર્તા, કર્મ, અધિકરણ, સંપ્રદાન, અપાદાન અને આધાર એ ષકારકરૂપ છે. જેવા આપ પિંડમાં કર્મ યુક્ત છે તેવા સત્તાની અપેક્ષાએ બ્રહ્માંડમાં છે એમ વ્યવહારનય તથા સંગ્રહનયથી સર્વાત્માઓની એક્તાએ આપ ષકારકમય છે. તે જ રીતે શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ આપ કર્યા છે, કર્મ છે, અધિકરણરૂપ છે, સંપ્રદાનરૂપ છે, અપાદાન છે અને આધાર એ ષકારકમય છે. વ્યક્તિની અપેક્ષાએ ષકના અધિષ્ઠાતા, બ્રહ્માંડમાં સર્વાત્માઓના ષચક્રના નિમિત્તિક અધિષ્ઠાતા તથા સંગ્રહનયની અપેક્ષાએ ષકની સત્તારૂપ આપ છે. તેથી આપની શક્તિઓ વડે વિશ્વને ઉદ્ધાર થયે છે અને સંપૂર્ણતયા થશે.
For Private And Personal Use Only