________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
અધ્યામ મહાવીર કરીને રાજ્ય કરો. પ્રજાઓનાં દુઃખ દૂર કરવા અને તેઓની આત્મિક, માનસિક, વાચિક, કાયિક ઉન્નતિ કરવામાં પૂરા કર્મ ચાગી બનવું. મારું-તારું એવા ભેદ દૂર કરી સર્વને એકસરખી રીતે પાળવા, રક્ષવા–એ જ રાજ્ય કરનારાઓનું કર્તવ્ય છે. એવી રીતે જે પ્રવૃત્તિ કરે છે તે સર્વોરંભેમાં સંતોષી છતાં અલ્પ દોષ અને મહાન ધર્મને પ્રાપ્ત કરી શકે છે.
મારા ભક્તોનાં જમીન, વ્યાપાર, ધન, ધાન્ય વગેરેનું રક્ષણ કરવામાં અહર્નિશ દુષ્ટજનેનાં અનેક આક્રમણોથી સાવધાન રહેવું. તેઓના સમાગમમાં વારંવાર આવી તેઓનાં હદય સાંભળવાં. મોજમજા, શેખ અને વ્યસનથી જે દૂર રહે છે તેઓને હું ખરી કસોટીના પ્રસંગે સહાય આપું છું. મારી પાછળ કલિયુગમાં જૈનો જે મારા કહ્યા પ્રમાણે વર્તશે નહિ અને મેહથી મૂંઝાઈ અવળે રસ્તે પ્રવર્તશે તથા અજ્ઞાનથી સંકુચિત વિચારમાં જકડાઈ જશે, તો તેઓ રાજ્ય, વ્યાપાર, લક્ષમી, સત્તા, વિદ્યા, શારીરિક શક્તિઓ વગેરેથી ભ્રષ્ટ થઈ જશે, અને જે પાછા મારી ભક્તિ તથા આજ્ઞાઓ માટે પ્રાણાર્પણ કરશે તે તેઓ પાછા ચઢતીના. માર્ગે વળશે.
કલિયુગમાં મારા ભકતે એકવાર પ્રમાદી, અજ્ઞાની, મહી, અશક્ત બનશે અને સેવાધર્મ, ભકિતધર્મને ભૂલશે, ચૂકશે અને મારા ગૃહસ્થપણુમાં આપેલા ઉપદેશ પ્રમાણે ગૃહસ્થપણામાં વર્તશે નહિ તથા શંકાશીલ થશે. તે સંકુચિત વિચાર અને આચારવાળા થશે ત્યારે તેઓની પડતી થશે અને પાછા જ્યારે તેઓ મારા ગૃહસ્થપણાના ઉપદેશ પ્રમાણે ગૃહસ્થાપણામાં ગૃહસ્થકર્તવ્યને કરશે અને ગૃહસ્થપણામાં ત્યાગી ધર્મનાં કર્તાવ્યા પ્રમાણે વર્તશે નહિ ત્યારે તેઓ મારા નામના જાયપૂર્વક પૂર્ણ પ્રેમશ્રદ્ધાથી વિશાળ દષ્ટિવાળા બની ચડતીના માર્ગ પર આવશે અને તેવા પ્રસંગે મારા તરફથી નિમાયેલાં દેવ અને દેવીઓ તેઓનાં મનમાં પ્રગટશે.
For Private And Personal Use Only