________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂ૮૦
અધ્યાત્મ મહાવીર
મરણપર્યન્ત યાત્રા કર્યાનું ફળ પામે છે. મારા ભક્તોનાં રાજ્ય, દેશ, વ્યાપાર, ધન, કુટુંબ, સંપત્તિ વગેરેનું રક્ષણ કરવામાં જેઓ પ્રાણ સમર્પણ કરે છે તેઓ તેવા કૃત્યરૂપ જૈનધર્મને સેવી દ્રવ્ય અને ભાવથી સર્વ શત્રુઓને જીતનારા ખરા જૈન બને છે.
“જેઓ મારા જીવતાં શરીરધારક ભકતને મારારૂપ નથી દેખતા તેઓ ખરેખર મારા ભક્ત બની શકતા નથી. મારા જૈનધર્મના આરાધકે, પ્રચારકો અને મારામાં જે અભેદપણું દેખી તેઓને પૂર્ણ પ્રેમથી ચાહે છે તેઓ મારા ભકત બનીને મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. મારા પર પ્રેમ-શ્રદ્ધા ધારણ કરનારાઓને હું સબુદ્ધિ, યેગ અને ક્ષેમ આપે છે અને તેઓના મનને સુધારું છું. મારા પર જેઓ સંશય ધારણ કરે છે અને મારા બેધને તર્ક કરી હસી કાઢે છે, તેનામાં હું સબુદ્ધિ, ભક્તિ, પુરુષાર્થ વગેરેની પ્રેરણું કરતો નથી. મારા પર જેએ શ્રદ્ધા અને પ્રેમ ધારણ કરીને પ્રવૃત્તિ કરે છે તેઓનાં અશુભ કર્મ ટળીને શુભ કર્મ બને છે. કુંભાર પિતાની ઈચ્છા પ્રમાણે મૃત્તિકામાંથી પાત્રો (વાસ) બનાવે છે, તેમ જે મારા પર વિશ્વાસ, પ્રેમ અને વિવેકબુદ્ધિ રાખી વર્તે છે તેઓ પાપકર્મોને પુણ્યકર્મરૂપે ફેરવી નાખે છે.
મારા ભક્તોને દેશકાલગ્ય બુદ્ધિની પ્રેરણા હું કરું છું અને તેમના આત્માઓમાં નવજીવનને રસ રેડું છું. જેઓ પ્રારબ્ધકર્મ પર વિશ્વાસ રાખીને બેસી રહે છે અને આળસરૂપ તમગુણ સેવે છે અને મારા કહ્યા પ્રમાણે સ્વાશ્રયી બનતા નથી, તેઓ પિતાના આત્માની શક્તિઓને વિકાસ કરતા નથી. હું બેઠેલાની સાથે બેઠેલો છું, ઊભેલાની સાથે ઊભેલ છું, અને કામ કરનારની સાથે કાર્ય કરનાર છું. જેવા વિચારે તે મનુષ્ય બને છે. હું જણાવું છું કે હું છું તે તમે છે અને તમે છે તે હું છું. જેની જેવા પ્રકારની ભાવના હોય છે તેને તે બને
For Private And Personal Use Only