________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મતીર્થ પ્રવર્તન પૂર્વે
૩૭૯
સેવારૂપ યજ્ઞ કરે છે તેઓ પર પુણ્ય પ્રવાહ વહે છે અને અનેક પાપના દુઃખરૂપ ફળોથી આ ભવમાં તથા પર ભવમાં મુકત થાય છે. જેઓ દેશ, કેમ, સંઘ, રાજ્ય વગેરેના બળથી જુલ્મ, અન્યાય, અનીતિ વગેરેનો નાશ કરે છે અને મનુષ્ય, પશુઓ અને પંખીઓને આત્મવત્ પાળે છે, તેમને અને પિતાને એકાત્મસમ માની પ્રવર્તે છે, તે મારી કૃપાના પાત્ર બને છે, તે મારા જીવનથી જીવવાને અધિકારી બને છે.
જેઓ પિતાનાં બાળકે, બંધુઓ, મિત્ર, સ્ત્રી, માતાપિતા અને કુટુંબીજનો વગેરેની સાથે મારી ઉપરના પ્રેમના ઐક્યભાવથી વર્તે છે અને વિશ્વના સર્વ મનામાં અભેદ પ્રેમભાવથી મારું સ્વરૂપ દેખી પ્રવર્તે છે તેઓની સત્ય પ્રાર્થનાઓને. હું સાંભળું છું અને તેઓની સત્ય વૃત્તિઓમાં અને સદ્વિચારમાં સહાયક તરીકે હું વ્યકતપણે વતું છું. પરમાણુ અને આકાશ કરતાં મારુ આત્મવીર પરબ્રહ્મ તિમય સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે. તે મહાસત્ ચૈતન્યસત્તાએ સર્વ ભૂલેકે માં, ગ્રહમાં, વિમાનમાં, બ્રહ્માંડમાં સત્ ચેતન્યરૂપપણે વ્યાપક છે. તેથી મારામાં જેઓ પૂર્ણ પ્રેમ ધારીને સર્વ વિશ્વને મારા અસ્તિ-નાસ્તિમય એકરૂપ દેખે છે તેઓ તન, મન, ધન, રાજય વગેરે સર્વને ભેગ આપીને મારો ધર્મ ફેલાવવા જિંદગીના છેલ્લા શ્વાસોચ્છવાસ સુધી પ્રયત્ન કરે છે.
મારા ભકતે દરરોજ અન્ય મનુષ્યને જ્ઞાનદાન, વિદ્યાદાન, અન્નદાન, વસ્ત્રદાન, શુદ્ધાત્મમહાવીરની ભકિત, સેવા અને બાધ વગેરેનું દાન આપીને જમે છે. તેના વિના તેઓને ખાવું ગમતું. નથી. જેઓ મારા ભકત બને છે તેઓ અજ્ઞાનીઓને મારું સ્વરૂપ સમજાવ્યા વિના દરરેજ શયન કરતા નથી. કોઈને પણ સમ્યજ્ઞાન આપ્યા વિના અને મારે ભકત બનાવ્યા વિના તે આરામ લેતા નથી. તેઓ એક અજ્ઞાનીને મારો ભકત બનાવીને સર્વ પ્રકારની હત્યાના પાપમાંથી છૂટે છે અને સર્વ પ્રકારનાં તીર્થોની.
For Private And Personal Use Only