________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭
ધર્મતીર્થ પ્રવાતના પૂર્વ અને કાર્ય કરીને નિવૃત્ત થતાં મારા નામને જયદેવનિ કરે. અને સંધ્યાના પ્રસંગે પુરુષ અને સ્ત્રીઓએ, તે ગમે તે ઠેકાણે હોય ત્યાં, સર્વ કાર્ય પડતાં મૂકીને મારી પ્રાર્થના, સ્તુતિ તેમ જ ‘ષડાવશ્યક કર્મ કરવાં. યુદ્ધમાં, રણમાં, જલધિમાં, ખેતરમાં, જંગલમાં, ઘરમાં, મંદિરમાં, ધર્મસ્થાનકમાં વગેરે ગમે ત્યાં સંધ્યા, પ્રાર્થનાદિ કર્મો કરવાં અને તે પ્રસંગે ખરા હૃદયના અને પ્રેમના જે જે ભક્તિના ઊભરા સ્વયમેવ પ્રગટ થાય છે તે વડે જીવતી ભાષામાં સ્તુતિ કરવી, પ્રાર્થના કરવી, પ્રતિક્રમણ કરવું. સૂર્ય, ચંદ્ર વગેરેને મારા સ્વરૂપના પ્રતિનિધિ માનીને સ્કૂલ દષ્ટિવાળાઓએ તેમને નમસ્કાર કરવા અને તેમની સમક્ષ મારા નામના જાપપૂર્વક સંધ્યાકર્મ કરવાં. મારા જ્ઞાની ભક્ત લોકોએ અન્તરમાં અનંત સૂર્યાત્મક મારું સ્વરૂપ માની પ્રાર્થનાદિક કર્મો કરવાં. જે મારા પર પૂર્ણ રાગ ધારણ કરે છે અને મારા પર જે જીવન ધારણ કરે છે તે પૂર્ણ નિષ્કામ બને છે. જે પરા, પયંતીમાં મારું શુદ્ધાત્મ સ્વરૂપ અન્તઅર્વનિથી શ્રવણ કરે છે તે અધ્યાત્મમહાવીર પરબ્રહ્મને હૃદયમાં સાક્ષાત્કાર કરે છે.
જેઓ ચતુર્દશ ગુણસ્થાનકમાં અને તેની પેલી પાર મારું સ્વરૂપ અનુભવે છે તે પરમ જિનેશ્વર એવા મારા પદને પામી સ્વયંબુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. જેઓ મારું નામ તે પિતાનું નામ, મારું સ્વરૂપ તે પિતાનું સ્વરૂપ અને મારી જાતિ તે પિતાની જાતિ એમ માની સર્વત્ર વર્તે છે તેઓ અતીત, પરમહંસ, અવધૂત બને છે તથા મારા બ્રહાવીર સમર્પણભાવને પામે છે. તેઓ મર્યાદાધર્મની પિલી પાર રહેલા પૂર્ણ સ્વતન્ન અમર્યાદધર્મના પરમ યતિ, પરમ શ્રમણ બને છે. તેઓ સર્વ પ્રકારની અવસ્થામાં રહ્યા છતાં સર્વાવસ્થાતીત પરમગીઓ છે. તેઓ પરબ્રહામહાવીર એવા મારા નામમાં સર્વ પ્રકારનાં ધર્મો, જ્ઞાન અને શક્તિઓને અનુભવ કરીને તે પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only