________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
અધ્યાત્મ મહાવીર સાપેક્ષાઓ સમજીને અનંત બ્રહ્માંડમાં રહેલા દેવ, દેવીઓ, ઈન્દ્રો, ઈન્દ્રાણુઓ, અનંત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરે, ગણપતિઓ, અનંત રામે, અનંત હરિએ, અનંત નારદે, ઋષિઓ, મુનિએ, બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય, શુદ્રો વગેરે સર્વ દેશ અને ખંડના મનુષ્ય મારા પર પૂર્ણ પ્રેમ રાખીને પૂર્ણાનન્દ એવા મારા પદને પામે છે.
એવા મારા કથનમાં પૂર્ણ શ્રદ્ધા રાખનારાઓની સર્વ આશાએ હું પૂર્ણ કરું છું અને કરીશ. જેઓ દુઃખીઓના બેલી બને છે અને તેઓને સહાય કરે છે, તેઓને હું બેલી બનું છું. માટે, નંદિવર્ધન! મારો બોધ પામી અને વ્યાપક જૈનધર્મનું સ્વરૂપ જાણું સર્વ લેકે પર રાજ્ય ચલાવે.
નંદિવર્ધન રાજન ! મારા પર શ્રદ્ધાળુ અને રાગી મનુષ્યનાં જન્મમરણથી તેઓના આત્માની ઉન્નતિ થાય છે, એમ તેઓને બોધ આપ. આત્માઓ સંસારમાં પ્રકૃતિની અનુકૂળતાએ ઉત્કાન્તિક્રમની દશામાં આગળ વધતા જાય છે. મારા ભકતો જન્મ, મરણ, સુખ, દુઃખ, વિપત્તિ વગેરે જે જે દશાઓમાંથી પસાર થાય છે તેમાંથી તેઓ મારી ભક્તિના બળે ઉન્નતિનું શિક્ષણ અને અનુભવજ્ઞાન મેળવતાં આગળ વધે છે. સદાચાર અને સદ્દવિચાર વડે આસપાસનું તથા વિશ્વનું ધર્મમય વાતાવરણ ઊભું કરનારા મારા જેનો અને બ્રાહ્મણે આત્મન્નિતિમાં આગળ વધે છે. જે થાય છે તે પ્રભુની કૃપાથી સારા માટે થાય છે અને જે જે થશે તે સારા માટે થશે—એ નિશ્ચય કરીને વર્તનારા મારા ભક્ત શુદ્ધાત્મ પરબ્રહ્મ મહાવીરના અનંત સ્વરૂપમાં આગળ ને આગળ ધસ્યા કરે છે.
“સર્વ જીવોએ મને સર્વત્ર હદયમાં જે, અને બને સંધ્યાએ પુરુષ અને સ્ત્રીઓએ હૃદયમાં દષ્ટિ રાખીને મારી પ્રાર્થના-સ્તુતિ કરવી તથા ધ્યાન ધરવું. તેમણે મારા નામને ધવનિજાપ કરીને વ્યાવહારિક તથા ધાર્મિક સર્વ કર્મોને આરંભ કર
For Private And Personal Use Only