________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મતીર્થ પ્રવર્તન પૂર્વે
મારા પદને પ્રાપ્ત કરે છે.
કેટલાક મને સર્વ વિશ્વને કર્તા તથા કેટલાક અકર્તા માનનારા મારા ભક્તો ભિન્ન ભિન્ન માર્ગો વડે ગમન કરીને છેવટે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. મારા ધર્મને પ્રવર્તાવનારા કેટલાક જ્ઞાનીએ કર્તારૂપ મને સર્વત્ર જાહેર કરીને તે તે દશાના ગ્ય લેકેને તે તે દ્વારા ભક્ત તરીકે પકવી મારા પદને પ્રાપ્ત કરાવે છે. કેટલાક મારા જ્ઞાની ભક્તો અને આધ્યાત્મિક સુષ્ટિના કર્તા અને જડ જગતના અકર્તા તરીકે (પ્રકૃતિને કત્ર કહી) મારું અકતૃત્વ સ્વરૂપ જાહેર કરી, તે તે દશાના અધિકારીઓને તે તે માગે ચઢાવી મારા સ્વરૂપને પ્રાપ્ત કરાવે છે.
એમ અનેક-અનંતસ્વરૂપ ધર્મના સવિકલ્પ વેદો વડે જ્ઞાનીઓ મારું સવિકલ૫ જ્ઞાનાદિ ધર્મમય સ્વરૂપ જાણે છે અને તેથી નિર્વિકલ્પ જ્ઞાનરૂપ વેદોમાં પરિણામ પામેલાઓ મારા નિર્વિ૫ અનંત સચ્ચિદાનન્દસ્વરૂપને અનુભવે છે. મારા સવિકલ્પ સ્વરૂપની પેલી પાર ગયેલાઓને નિર્વિકલ્પ શુદ્ધાત્મ પરબ્રા મહાવીરમાં એકભાવ થાય છે. ત્યાં સવિકલ્પજ્ઞાનને અંશમાત્ર ભેદ રહેતું નથી.
“આ પ્રમાણે વિશ્વમાં ભિન્ન ભિન્ન સ્વરૂપને માનીને એક એક દષ્ટિએ ઉત્પન્ન થયેલા એવા અસંખ્ય સંપ્રદાયોને અને દશનેને, મારા શુદ્ધાત્મ નિર્વિકલપસ્વરૂપની પ્રાપ્તિ થતાં, લય થાય છે. તેથી મારા બાહ્ય તથા આન્તર સ્વરૂપના એક એક ધર્મને માની અનેક પંથોએ સંચરનારા સર્વે મારા ભકતે મને પ્રાપ્ત કરે છે. કેટલાક મારું નીતિસ્વરૂપ, કેટલાક મારું સેવાસ્વરૂપ, કેટલાક મારું ત્યાગસ્વરૂપ તથા કેટલાક મારું પ્રેમસ્વરૂપ માની અને તે પ્રમાણે પ્રવતી છેવટે મારા પૂર્ણ અનંતસ્વરૂપને પ્રાપ્ત કરે છે. એમાં પરસ્પર એકબીજા પર દ્વેષ કરનારા લેકે મારા ભકતેના જ શત્રુઓ બનતા નથી, પણ તે મારા તથા પિતાના આત્મમહાવીરસ્વરૂપના શત્રુ બને છે. માટે મારી સર્વ પ્રકારની
For Private And Personal Use Only