________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
અધ્યાત્મ મહાવીર તથા અલ્પને પ્રથમ મારા કહ્યામાં લાગે છે તેઓ આગળ જ્ઞાનમાં વિશાળ થતાં પાછા અવિરુદ્ધ ધર્મોની સાપેક્ષતા સમજે છે. તેથી તેઓ ખંડન કે વિવાદથી મુક્ત થાય છે અને પિતાના ગુણ કર્મરૂપ બાહ્ય તથા આન્તર જૈનધર્મ, કે જે વિરાટ દષ્ટિએ મારું સ્વરૂપ છે, તેની આરાધના કરે છે એમ જાણો.
“નંદિવર્ધન! મારું એક અંશ સ્વરૂપ અને પૂર્ણાશ સ્વરૂપ સમજનારા વિશ્વવત સર્વ લેકે, જેએને મારા પર વિશ્વાસ અને પ્રેમ છે, તેઓ પરસ્પર વિરુદ્ધ મારા ધર્મોને જાણવા છતાં પણ તેઓ મારા ભક્ત છે, કારણ કે જીવની એ પ્રકારે દષ્ટિ ખીલવાનો અને ભકત બનવાનો ક્રમ છે–એમ જાણીને વિશ્વમાં બાહ્ય રાજ્ય કરો અને આત્મરાજ્યમાં સર્વ પ્રકારના લોકોને લાવવાને પ્રયત્ન કરો. રાજ્યાદિ બાહ્યાન્તર સુપ્રવૃત્તિઓરૂપ જૈનધર્મને પ્રકાશ કરવા માટે અને વિશ્વના લેકે ધમ બને તે દષ્ટિએ ત્યાગી બનીને તેઓના આત્માઓના વિકાસરૂપ જૈનધર્મરૂપ તીર્થની હું સ્થાપના કરીશ.
“નંદિવર્ધન! મારું સ્વરૂપ અનન્તધા અને અનન્તધર્મવિશિષ્ટ હેવાથી કેટલાક લેકે મને વિશિષ્ટાદ્વૈતપણે માને છે, જે છે. રજોગુણ, તમે ગુણ, સત્ત્વગુણ તથા છદ્મસ્થજ્ઞાનથી ભિન્ન એવું એક કેવળજ્ઞાનાનન્દરૂપ મારું સ્વરૂપ માનીને કેટલાક મારા ભક્તો મને કૈવલાદ્વૈત તરીકે માને છે, સેવે છે. કેટલાક મારા ભક્તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, કર્તૃત્વ, અકતૃત્વ આદિ અનંત ધર્મ, કે જે એક મારામાં રહે છે, અને કેટલાક બાલ ભક્તોને બાલ્યદષ્ટિએ પરસ્પર વિરુદ્ધ જણાતા પણ પૂર્ણ જ્ઞાનથી જોતાં વિરુદ્ધ નહિ લાગતા એવા ગુણે અને ધર્મોયુક્ત શુદ્ધબ્રહ્મરૂપ મને માની શુદ્ધાદ્વૈત દષ્ટિએ મારી ઉપાસના, સેવા, ભક્તિ કરે છે. એ સર્વ ભક્તો પિોતપોતાની દૃષ્ટિએ મારું સ્વરૂપ કેટલુંક અનુભવતાં અને ઘણું નહિ અનુભવવા છતાં પણ મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ ધારીને
For Private And Personal Use Only