________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થર્મતીર્થ પ્રવર્તન પૂર્વે કેટલાક મને એકાન્ત સમજ્યા વિના ફક્ત અતંરૂપ માની મારા જ્ઞાનાદિકર્તાધર્મની અને તેના માનનારાઓની સામે પડે છે. પરંતુ જે તેઓ મારા શુદ્ધાત્મમહાવીરરૂપમાં ઊંડા ઊતરે, તે તેઓ મારામાં ઉપર ઉપરની સામાન્ય દષ્ટિથી દેખાતા વિરેધવાળા પરંતુ પૂર્ણ જ્ઞાનદષ્ટિથી કર્તુત્વ-અકતૃત્વ, અસ્તિત્વ-નાસ્તિત્વ, સત્-અસત્ આદિ અનેક ધર્મો અવિરોધપણે રહેલા છે તેને દેખીને અનેક નની સાપેક્ષદષ્ટિથી પરસ્પર વિરુદ્ધ માન્યતાઓનું અજ્ઞાન દૂર કરી, પરસ્પર અવિરેાધી માન્યતાઓ દ્વારા મારામાં કર્તા – અકર્તવ, અસ્તિ-નાસ્તિ આદિ તથા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંત ધર્મોને અનુભવ કરે છે. તે પ્રમાણે સ્વાત્મશુદ્ધાત્મવીરમાં સ્વીકાર કરીને, મારા પૂર્ણાનન્દ નિર્વિકલ્પસ્વરૂપરૂપ સ્વાત્મરૂપને અમ્રભાવે અનુભવી પૂર્ણ મુક્ત સ્વતંત્ર શુદ્ધાત્માઓ બને છે.
ધર્મોમાં પરસ્પર વિરુદ્ધતા માનનારા મારા ભક્તો મારા અલ્પસ્વરૂપ ધર્મના જાણનારા છે. તેથી તેઓ નકામા કલેશ, મતભેદ કરી પરસ્પર હાસ્યપાત્ર બને છે. મારું શુદ્ધાત્મ પૂર્ણ સ્વરૂપ નહિ અનુભવનારા વૃદ્ધો પણ બાળકે છે. તેઓ પરસ્પર વિરુદ્ધ લાગતા ધર્મોને મારામાં અવિરેધપણે તથા પોતાનામાં સત્તાએ સાપેક્ષદષ્ટિથી રહેલા સમજે છે, ત્યારે તેઓ જૈનો, બ્રાહ્મણ, ઋષિઓ, મહાત્માઓ, ક્ષત્રિ, વૈશ્ય અને શુદ્રો અધ્યાત્મભાવે બને છે, એમ હે નંદિવર્ધન! જાણો.
જેઓ વિરુદ્ધ ધર્મોમાં અવિરુદ્ધતા જુએ છે તેઓને મારા જ્ઞાની ભક્તો જાણવા. મારી કૃપાથી ભક્ત લેકેની જે જે અંશે જ્ઞાનદષ્ટિ ખીલે છે તે તે અંગે તેઓ મારા ધમી બને છે. મારા નામના જાપમાં અને મારામાં પૂર્ણ પ્રેમ ધારણ કરનારાઓમાં સર્વ ધર્મો, જેને અજ્ઞાનીઓ પરસ્પર વિરુદ્ધ અને અસત્ય માને છે, તે ખીલે છે અને તે સર્વે અપેક્ષાએ સત્યધર્મ તરીકે તેઓના આત્માઓમાં અનુભવાય છે. જે જે વિરુદ્ધ ધર્મ શાસ્ત્રપાઠી વિદ્વાનને
For Private And Personal Use Only