________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટકર
અધ્યાત્મ ખાવી વિકાસ કરવા માટે અનેક ધર્મશાઓને ગણધર વગેરેને આજ્ઞા આપી પ્રગટ કરાવીશ. તે ઉપનિષદ, આગમ, વેદે, નિગમ, ગીતાઓ, સ્મૃતિઓ, સંહિતાઓ, આત્મસૂત્ર, બ્રહ્મસૂત્રે, નીતિઓ, તત્ત્વ પ્રાભૂત વગેરે અનેક નામોથી અનેક મહાત્માઓ, કષિઓ અને મુનિઓ મારું જ્ઞાન પામીને પ્રકટ કરશે. મારા અનેક સિદ્ધાંત પ્રગટ થશે.
મારાથી પ્રકાશિત થયેલા નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત વગેરે અનેક નાને જાણ નારા જ્ઞાનીઓ સર્વશાસ્ત્રોના પરસ્પર વિરુદ્ધ ભેદેનું સાપેક્ષદષ્ટિએ નિરાકરણ કરી એકવાતાએ આગમવેદજ્ઞાનમય જૈનધર્મને ચલાવશે. તેથી સર્વ દેશમાં અને સર્વ કાળમાં આર્ય ભારતદેશ એકસરખે ગુરુ બની ગાજશે.
“નંદિવર્ધન ! સર્વ વિશ્વવત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરેમાં બ્રહ્મસત્તારસરૂપ વ્યાપક એક ચૈતન્ય તરીકે જેમ હું છું તેમ તમે પિતાને અને સર્વાત્માઓને જાણે તથા મારું, તમારું અને વિશ્વનું અક્ય બ્રહ્મવીરસત્તાએ અનુભવો.
માત્ર અમુક નાતન કે દેશને પ્રભુ નથી, પણ સર્વ દેશને, સર્વ બ્રહ્માંડોને, સર્વ જીવજાતિને, સર્વ જાતના ધર્મોનો તથા અજીને પરમાત્મા દેવ છું. મારું સ્વરૂપ પૂર્ણ રીતે જે જ્ઞાનીઓ અને સૂરિએ જાણે છે તે સર્વ પ્રકારે મારા પ્રેમી બને છે. જે જે મનુષ્ય જેટલા જેટલા અંશે મને જાણે છે, તેટલા અંશે મને પરબ્રહ્મ મહાવીર તરીકે જાણુ ભક્તિ કરે છે, અને મને જે જે કર્તુત્વ, અકર્તુત્વ આદિ અંશે નથી જાણતા તે તે અંશે મારાથી વિરુદ્ધ બની મારી નિંદા કરે છે, પરંતુ વસ્તુતઃ તેઓ સ્વાત્મવીરની નિંદા કરી આત્મવિકાસમાં પાછા પડે છે. કેટલાક લેકે મને અનેક બાહ્યાભ્યતર કર્તારૂપે જાણી મારા અવધર્મની અને તેને માનનારાઓની સામે પડે છે.
For Private And Personal Use Only