________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમતી પ્રવર્તન પૂર્વે
પર્યન્ત ગૃહસ્થાવાસમાં રહીશ. બધુના આગ્રહથી બે વર્ષ પર્યન્ત ગૃહસ્થાવાસમાં રહેવાનું છે એમ પ્રથમથી જાણું છું, છતાં આદર્શ જીવનથી લેકેને બંધ કરવા માટે વ્યવહારથી રહું છું. ભવિતવ્યતા, ભાવીના નિર્માણના આપણે સ્વામી છીએ, તેથી ભવિતવ્યતા આપણા હાથની વાત છે એમ જાણે.”
નંદિવર્ધન : “પરબ્રહ્મ મહાવીર ! બે વર્ષ પર્યન્ત ગૃહસ્થાવાસમાં રહેવાની આપે ઈચ્છા દર્શાવી હા પાડી, તેથી પરમાનન્દ પામ્યો છું. આપના સમાગમથી મને તથા યદા વગેરેને જે આનંદ થાય છે તે અનંત ભુવનમાં માઈ શકે તેવું નથી. આપની, સાથે જ્ઞાનગોષ્ઠી કરવાને તથા સાથે બેસીને ભોજન કરવાને અપૂર્વ લાભ પ્રાપ્ત થયો છે. તેની આગળ વૈકુંઠ કે મોક્ષના સુખની પણ ઈચ્છા થતી નથી. આપના વિનાનું વૈકુંઠ કે મોક્ષ મને પ્રિય નથી.
“પ્રકૃતિદેવી લક્ષમીરૂપ શરીર સાથે આપ પરબ્રહ્મ મહાવીરસ્વામીને સંબંધ થયે છે, તેથી આપ પ્રાકૃત મનુષ્યને ઉદ્ધાર કરવા સમર્થ થયા છે અને થશે. યશોદાદેવી આપના વિના કશું કંઈ પ્રિય જાણતાં નથી. આપના સ્વરૂપમાં તે લયલીન થયાં છે. તે અનંત બ્રહ્માંડમાં આપના સ્વરૂપ વિના અન્ય કશું કંઈ દેખી શકતાં નથી. અન્તરમાં અને બાહ્યમાં તેમની અને મારી દષ્ટિમાં આપ અનંત આત્મરૂપે અનુભવાઓ છે. આપના પર અમારે પૂર્ણ પ્રેમ લાગે છે. તેથી હવે આપના વિના કશું કંઈ પ્રિય, કામ્ય અનુભવાતું નથી.
“વિશ્વ માં અનેક ત્રાષિઓ, મહાત્માઓ, અનંત વેદ, અનંત આગમે અનેક પ્રકારે આપના સ્વરૂપને વર્ણવે છે, તો પણ વૈખરીથી આપનું પૂર્ણ સ્વરૂપ વર્ણવતું નથી. પરંતુ સઘળું મળીને એક અંશ જેટલું સ્વરૂપ વર્ણવાય છે. પરા, પäતીમાં અને નિર્વિકલ્પ સમાધિમાં આપને વિશેષ અનુભવ પ્રગટે છે. આપ અનંતગુણ માયા-કર્મપ્રકૃતિથી ન્યારા છે, છતાં તેના
૨૪
For Private And Personal Use Only