________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મતીર્થ પ્રવર્તન પૂર્વે
૩૬૭ ધર્માધિષ્ઠાયક દેવ, દેવીઓ અને મહાત્માઓ આપની વાટ જોઈ રહ્યા છે. હવે આપ કુટુંબ, જ્ઞાતિ, સગાંઓને પ્રતિબંધ છેડી દો અને વિશ્વોદ્ધાર કરવા અપ્રતિબદ્ધપણે વિચારવા માટે ત્યાગી અને–એમ અમારા કલ્પ પ્રમાણે આપની પાસે આવીને વિનંતી કરીએ છીએ, તે સ્વીકારે.
આપ પરમાત્મા સ્વયંબુદ્ધ છે. આપના બધથી આપના ભક્ત બુદ્ધ થવાના છે, તેથી આપને અમો બોધ આપવાલાયક નથી. અસંખ્ય રાષિઓ, ઇન્દ્રો, ઈન્દ્રાણીઓ, દે, યક્ષ, યક્ષિણએને આપ પ્રબોધે છે અને અમને પણ આપ બોધ આપે છે. આપના બેધથી સર્વ બ્રહ્માંડે જીવે છે અને જીવશે. આ તે આપની આગળ આપની આજ્ઞા મુજબ કલ્પવ્યવહારે પ્રહરિયા (સેવકોની) પેઠે આવ્યા છીએ, તે આપ ધ્યાનમાં લેશે.”
પ્રભુ મહાવીર : “સર્વજ્ઞાજ્ઞાધારક કાતિક દે ! તમે પધાર્યા અને વિનંતી કરી તેથી હું તમારા પર પ્રસન્ન થયે છું. હવે તીર્થપ્રકાશને અર્થાત્ ધર્મોદ્ધારનો સમય થયો છે. તમારી વિનંતી ધ્યાનમાં છે. તમારું સ્વાગત કરવામાં આવે છે. જ્યેષ્ઠ બધુ નંદિવર્ધનની અનુમતિ લઈ અને ત્યાગી બની હું વિશ્વોદ્વાર કરીશ. મારા જ્ઞાનની બહાર કાંઈ નથી. માટે તમે સ્વસ્થાનકે પધારે.”
કાતિક દે: “પરબ્રહ્મ મહાવીર દેવ ! આપની આજ્ઞ પામીને અમે સ્વસ્થાનકે જઈએ છીએ. આપને જય થાઓ, વિજય થાઓ ! આપને અનંત ભદ્ર પ્રાપ્ત થાઓ. આપ લેકોત્તર ધર્મતીર્થ પ્રવર્તાવે. ભારતાદિ દેશને ઉદ્ધાર કરે.” નંદિવર્ધન બન્યુની વિજ્ઞપ્તિ તથા વાર્તાલાપ :
પ્રભુ મહાવીરઃ “વીલ બધુ નંદિવર્ધન! તમારે જય થાઓ ! તીર્થરૂપ માતા અને પિતાના મરણ પછી ત્યાગી થવાની
For Private And Personal Use Only