________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪. ધર્મતીર્થ પ્રવર્તન પૂર્વે
લોકાતિક દેવની વિજ્ઞપ્તિ :
લેકનિક દેએ પ્રભુ મહાવીરને વિનંતી કરતાં કહ્યું પરબ્રહ્મ મહાવીર! અમે આપને નમીએ છીએ, વંદીએ છીએ, પૂજીએ છીએ. પ્રભો ! અમે બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે આપ ધર્મતીર્થ પ્રવર્તાવે.
આપ પરમાત્માવતાર છે. જ્યારે જ્યારે ધર્મની પડતી થાય છે, હાનિ થાય છે અને અધર્મને ઉત્પાદ થાય છે, સાધુઓની સંખ્યા કેમ થાય છે, દુષ્ટ દૈત્ય-રાક્ષસ-મનુષ્યની વૃદ્ધિ થાય છે, અધમી લોકથી ધમીઓ પીડાય છે, ત્યારે ઈશ્વરાવતાર તીર્થકર પ્રભુનો જન્મ થાય છે. તેઓ દુષ્ટ અરિએને (શત્રુઓને હણે છે માટે તે અરિહંત કહેવાય છે.
“આપ અરિહંત તીર્થંકર પરમાત્મારૂપે પ્રગટયા છે માટે ત્યાગી બનીને, ધર્મને પ્રકાશ કરી જયવંતા વર્તો. લાખ, કરડે મનુષ્ય આપની મદદ માંગી રહ્યા છે. આપના શિષ્ય આપની સાથે ધર્મસ્થાપના કાર્યમાં સેવા કરવા માટે જન્મીને તૈયાર થયા છે. ધર્મના નામે પ્રચલિત સંકુચિત વિચાર અને આચારના મલિન પ્રવાહમાં પડેલા મનુષ્યોને મુક્ત કરે. આપના બાહ્ય તથા આન્તર ત્યાગથી કરડે મનુષ્યને ઉદ્ધાર કરે.
ભારતમાતા આપના જન્મથી શાંતિના શ્વાસોચ્છવાસ લેવા લાગી છે. હવે તેને અધર્મથી મુક્ત કરે. પ્રો! આપની પાસે કરોડો મનુષ્ય ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા તલસે છે. સર્વ દેશના
For Private And Personal Use Only