________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મયુદ્ધતું સવરૂપ. અને રાજધર્મ
૩૬૩. દ્વારા બોધ અપાવવો. મારી ધર્મજ્ઞાઓ શિલાઓ પર કેતરાવવી. પરદેશ સાથે વહાણેથી વ્યાપાર કરવામાં વ્યાપારીઓને ક્ષત્રિય સહાય કરે એવી જનાઓને અમલમાં મૂકવી. ધર્મગુરુઓની પાસે વ્યાખ્યાન સાંભળવું અને તેઓની આહારપાણી, વસ્ત્ર, પાત્ર વગેરેથી ભક્તિ કરવી તથા તેઓ માટે સર્વસ્વનું અર્પણ. કરવું. ગૃહસ્થ તેમ જ ત્યાગી ગુરુઓ પાસે એગ્ય ધાર્મિક સંસ્કારો કરાવવા અને ભક્ત જૈન પ્રજાઓને ધાર્મિક સંસ્કાર કરવામાં મદદ કરવી.
“નંદિવર્ધન! મારું સ્વરૂપ અનેક ચમત્કારવાળું જાણું મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખવી અને સ્થિરપ્રજ્ઞાથી પ્રવર્તવું. જેએ. મારા પૂર્ણ ભક્ત છે, જેએને મારા નામ, રૂપ અને સ્વરૂપ વિના પિતાના નામરૂપમાં અહંભાવ નથી તથા જેઓ બાહ્યમાં લેપાતા નથી, તેઓ સર્વ લેકને હણે છે છતાં પોતે હણતા નથી, તેઓ. આપત્તિકાળે આપદુધર્મ પ્રમાણે પ્રવર્તે છે
નંદિવર્ધનઃ “પ્રભુ મહાવીર પરમેશ્વર ! તમારો ઉપદેશ મસ્તકે ચઢાવું છું અને તમારી આજ્ઞા પ્રમાણે વર્તવાને સૌથી શ્રેષ્ઠ એવા મારા આત્માનું તમને અર્પણ કરું છું. આપની ઈચ્છા પ્રમાણે મારી સર્વ પ્રવૃત્તિ એ જ આપની ભક્તિ એમ હું
સ્વીકારું છું. વિશ્વના સર્વ જીવોના કલ્યાણાર્થે તેઓની સેવામાં નિષ્કામપણે પ્રવૃત્તિ કરવાથી આપના શુદ્ધાત્મ મહાવીર પરબ્રાપદની પ્રાપ્તિ થાય છે. મારા માટે આપે જે માર્ગ દર્શાવ્યો તેમાં વહેવું એ જ આપની સેવાભક્તિનું રહસ્ય મેં જાણ્યું છે.
પ્રભો! આપના જ્ઞાનરૂપી પ્રકાશની આગળ સૂર્ય, ચન્દ્રાદિ અસંખ્ય ગોળાઓનો સમૂહ પણ એક પરમાણુ જેટલે લાગે છે.. સૂર્યાદિ ગેળાએ આપના પ્રકાશથી વર્તે છે. તે આપનું લઘુ સ્વરૂપ. છે. ય પદાર્થો અનંત છે. તે કરતાં આપનું જ્ઞાન અનંતગુણ
For Private And Personal Use Only