________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
અધ્યાત્મ મહાવીર
આરોગ્ય વધે અને રોગો વગેરે ન વધે એવા ઉપાએ મારા ભક્તોએ પહેલેથી જવા. મનુષ્યની સતત સેવા કરવી.
“મારા ભક્તોને મારી પેઠે પૂર્ણ પ્રેમથી ચાહવા અને તેઓ માટે સર્વસ્વનું અર્પણ કરવું. તેઓની સાથે અભેદભાવે વર્તવું. મારા ભક્તોએ મારા ભક્તોની પાસે ન્યાય કરાવો અને મહેમાંહે સર્વ પ્રકારના વાંધા ચુકાવી દે એવી નીતિ પ્રવર્તાવવી. મારા ભક્તો પરસ્પર ઉચ્ચનીચપણને ભેદ ન રાખે એવે વ્યવહાર પ્રવર્તાવ.
“નંદિવર્ધન બંધુ! રાજ્ય ચલાવવામાં મારી વ્યાપક સંઘસેવા જાણવી. ભય, ખેદ, દ્વેષને ત્યાગ કરીને રાજ્ય કરતાં મૃત્યુ આવે તેથી મારા ભકતે છેવટે મારું પદ પામે છે, એમાં જરામાત્ર, શંકા ન કરવી. ચોમાસામાં, ઉનાળામાં અને શિયાળામાં સર્વ પ્રકારની પ્રજાએનાં દુઃખ ટાળવાં. ઘેર ઘેર સદા અતિથિસેવારૂપ યજ્ઞ થાય એ બંદોબસ્ત કરે. સર્વ વર્ણો અને ત્યાગીઓ પિતાનું રાજ્ય છે એમ સમજે અને તેઓ સરખા હકે જીવન ચલાવે. સર્વની એકસરખી રીતે આજીવિકા ચાલે એવા વ્યાપાર વગેરેના કાયદાઓ ઘડવા. પુરુષ અગર સ્ત્રી દેશકાલાનુસાર પોતાના તથા દેશ, રાજ્ય, ધર્મ અને સંઘના રક્ષણ માટે દેશકાલાનુસારે બનાવેલાં હથિયાર રાખે, પણ તેનો દુરુપયોગ ન કરે એવા કાયદા ઘડવા.
- “મારા ભક્તો વેશ, ધર્મ, ક્રિયા, આચાર અને મંતવ્યના. ભેદે ભવિષ્યમાં પરસ્પર લડી ન મરે અને સર્વમાં મને અભેદપણે દેખે એવી નીતિ પ્રવર્તાવવી. સર્વ ધાર્મિક મહોત્સવેમાં તમારે પ્રજાઓની સાથે એકસરખે ભાગ લેવો અને પ્રજાસંઘની કદાપિ પડતી ન થાય એ પ્રમાણે વારંવાર સાર્વજનિક સભાઓ ભરી સત્ય વિચારો જણાવવા. વર્ષમાં એકબે વાર તથા કારણપ્રસંગે અનેકવાર ગમે ત્યારે પ્રજાસંઘ તથા મારા ભક્તોનો બનેલે. ચતુર્વિધ સંઘ એકઠ કરવો અને તેમાં આચાર્યો અને ધર્મગુરુઓ
For Private And Personal Use Only