________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મયુદ્ધનું સ્વરૂપ અને રાજધર્મ
૩૬૧
કદાપિ હાય ન લેવી તથા ગરીબોને કદી અન્યાય ન થાય તે માટે ખાસ ઉપગ રાખો.
પતાનાં દેશ, રાજ્ય તથા વ્યાપાર વગેરેને પચાવી પાડનારાઓના બળ કરતાં સદા વિશેષ બળ રાખી તેને પ્રસંગ પડિયે ઉપયોગ કરે. સર્વત્ર યુદ્ધશાળાઓ તથા વ્યાયામશાળાઓ સ્થાપવી. પ્રજાઓને અને સ્વકીય જનેને ન્યાય આપવામાં પક્ષપાત ન કર. પ્રજાના આગેવાન મહાજનની સલાહ લઈ તેમની ઈચ્છાનુસાર સર્વ પ્રકારની રાજ્યનીતિઓ પ્રવર્તાવવી. પ્રજાઓને પકાર સાંભળવામાં વિલંબ ન કરે. આંધળાં, લૂલાં વગેરેને કેળવવાં અને રક્તપિત કે કઢવાળા મનુષ્યને જંગલમાં બંદોબસ્ત કરી રાખવા કે જેથી તેઓને ચેપ બીજાઓને લાગુ ન પડે અને તેઓ સત્વરે નીરોગી બને.
જેઓ લગ્ન કરવાને લાયક ન હોય એવા ચેપીરોગવાળા ક્ષયરોગીઓ, દુર્બળો અને નપુંસક વગેરેનાં લગ્ન ન થવા દેવાં. રાક્ષસી વગેરે અયોગ્ય લગ્નો થતાં અટકાવવા અને દેશ, રાજ્ય, સમાજ, સંઘ, પ્રજા વગેરેની બાહ્ય તથા આન્તરિક ઉન્નતિ થવામાં જે જે હાનિકારક રૂઢિઓ જણાય તેનો ત્યાગ કર અને કરાવ. અગ્ય માર્ગમાં લક્ષ્મી, વીર્ય વગેરેને વ્યય થતો અટકાવવો. દેશ, સમાજ, સંઘ, પ્રજામાં વ્યભિચાર, સૃષ્ટિવિરુદ્ધ કર્મ, ચેરી, દારૂપાન કરનારાઓને એગ્ય શિક્ષા કરી દેશ, સમાજ, સંઘ, રાજ્ય વગેરેની પડતી થતી અટકાવવી.
રાજાએ સર્વ પ્રજાઓના સમાગમમાં વારંવાર આવવું અને તેઓની સાથે આત્મવત્ વર્તવું. તેઓના આચારે અને વિચારેથી માહિતગાર રહેવું. પ્રજાઓના સર્વ શુભ પ્રસંગોમાં તમારે તથા અન્ય ભક્તોએ કુટુંબી સગાંની પેઠે ભાગ લેવો. ગરીબ અનાથોની સંભાળ લેવી. કૂવા, નહેરે, વાવ, તળાવ તથા ઉત્તમ વૃક્ષેથી પોતાની પ્રજાને સહાય કરવી તથા તેઓનું
For Private And Personal Use Only