________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬o
અધ્યાત્મ મહાવીર
વ્યાપાર, હુન્નરકળા, વિદ્યાને પૂર્ણ પ્રચાર કરાવી દેશની આબાદી કરવી. વિધર્મીઓને અન્યાય કરે નહીં, પરંતુ તેઓનું બળ પિતાના બળને નાશ ન કરે તે માટે સાવચેતીથી બળવૃદ્ધિપૂર્વક વર્તવું. કોઈપણ જાતિને સ્વદેશી વા વિદેશી મારો ભક્ત જૈન હોય તેને આર્થિક વગેરે સર્વ પ્રકારની સહાય આપવી અને તેમનાં મૃતક શરીરને પણ રાજા વગેરે મોટાઓએ સામા મળતાં ઉપાડી માન આપવું.
કેઈપણ ઋષિ, મુનિ, સાધુ, મહાત્મા, ત્યાગીને દેખતાં તરત તેમને માન આપવું. જૈન યુવકને કન્યાઓ પરણાવવામાં સહાય આપવી અને મારા ભક્તોને દ્રવ્ય વગેરેની સહાયમાં મારી પૂજા સમજી લેવી. મારા ભક્ત જૈન બ્રાહ્મણને લગ્નપ્રસંગે દક્ષિણ આપવી અને તેઓનાં કુટુંબને સહાય આપવી. વિદ્યાપાઠન વગેરે કર્મોથી તેઓની આજીવિકા ચાલે એવા પ્રયત્ન કરવા અને દેશકાલાનુસારે તેઓની આજીવિકા ચલાવવામાં સર્વ પ્રકારના જૈનોએ બનતું કરવું.
સર્વ દેશમાં, ખડમાં મારા ધર્મના પ્રચાર માટે ઉપદેશક સાધુઓને અને સાધ્વીઓને મેકલવાં અને તેઓની પાછળ સર્વસ્વનું અર્પણ કરવું. મારા મસ્તકરૂપ દ્રષિઓ, રોગીઓ, મુનિઓ, સંત, મહન્તો, ત્યાગીઓ અને બ્રાહ્મણને માની તેઓની સેવા કરવી. મારા બાહુરૂપ યુદ્ધ કરનારી સર્વજાતિને માની તેની સેવા કરવી. મારા ઉદરરૂપ સર્વ જાતના વ્યાપાર, હુન્નર, વિજ્ઞાન, કલા કરનારી વૈશ્ય જાતિને માની તેની પૂજા–સેવા કરવી. સર્વ પ્રકારની ચાકરી વગેરે કરી જીવનારી શુદ્ર કે મને મારા પાદરૂપ ગણી તેની સેવા કરવી. મારા બીજાં અંગરૂપ પશુ, પંખી, વનસ્પતિ વગેરેને માની તેઓની રક્ષા કરવી અને તેઓ વડે મનુષ્યને થતા ફાયદા સમજાવવા. ગાયો વગેરે ચરે તે માટે ગોચર કાઢવાં તથા ગા વગેરેનું પાલન કરનારાઓની સહાયતા કરવી. ગરીબ મનુષ્યની
For Private And Personal Use Only