________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મયુદ્ધનું રજવરૂપ અને રાજધર્મ
૩પ૦ નંદિવર્ધન! તમે મારામાં ચિત્ત રાખીને તથા દેહ છતાં વિદેહભાવ ધારણ કરીને જેનધર્મના બાહ્યાભ્યતર અંગસ્વરૂપ રાજ્ય ચલો. તેથી તમારો આત્મા પાકશે અને તમે કમ, ભક્તિ અને જ્ઞાનગના શિખરે આરહી અને અહન વિષ્ણુપદ પ્રાપ્ત કરી મારા સ્વરૂપ થશે. રાજ્યને લેભ ન રાખવે, કિન્તુ પ્રજાઓની પ્રગતિ કરવા પ્રજાઓની તથા ઋષિમુનિઓની સલાહ લઈ રાજ્ય ચલાવવું. ગમે તે ધંધા દ્વારા આજીવિકા ચલાવી પ્રજાઓનું શાસન કરવું. પ્રજાએ પિતાને મેટા માને તથા પિતાની પૂજા કરે, તેથી પિતાને પ્રજાના એક સામાન્ય મનુષ્યથી માટે માની ન લેતાં એક બધુ તરીકે માની પ્રવર્તવું. દરેક સધ્યા સમયે મારી પ્રાર્થના, ઉપાસના, ભક્તિ કરવી તથા સંધ્યાનાં ષડાવશ્યક કર્મ કરવાં. મારા ભક્તોને જૈનધર્મમાં પ્રેમથી પ્રવર્તાવવા અને ધર્મગુરુઓની સલાહથી પ્રજાની ઉન્નતિ થાય એવી રીતે જૈનનીતિથી રાજ્ય ચલાવવું. દેશકાલાનુસારે મારા ભક્તોની સર્વ પ્રકારની ઉન્નતિ કાયમ રહે એવી નીતિઓ પ્રવર્તાવી રાજ્ય ચલાવવું.
મારા ભક્તોને વિપત્તિમાં સહાય આપવી. અને તેઓને બે હસ્ત જેડી પ્રણામ કરવા. રોગપ્રસંગે મારા ભક્તોની સહાય કરવી અને મરણપ્રસંગે તેમનાં સ્વકીને દિલાસો આપી તેઓનાં દુઃખ ટાળવાં. વર્ષમાં એકવાર સંઘજમણુપ્રસંગે સર્વજાતીય જૈિનોને બહુમાન અને પ્રેમભક્તિથી જમાડવા. શહેરે શહેર, ગામેગામ શિક્ષણ શાળાઓ અને ઔષધશાળાઓ સ્થાપવી. ગુપ્તપણે પ્રજાઓમાં ફરવું અને તેઓને સર્વ પ્રકારની સહાય કરવી. ભક્તો પરસ્પર જમણભેદ કરે નહિ એવી નીતિ પ્રવર્તાવવી. ઘેર પધારેલા અતિથિઓનો સત્કાર કર. ગુપ્તચરો મારફત સર્વ પ્રકારની સદા માહિતી મેળવવી. સ્ત્રીઓને અને કન્યાઓને માન આપવું અને તેઓની આબરૂ જાળવવા પ્રાણાર્પણ કરવું. લુટારા અને ધાડપાડુઓને શિક્ષા કરી તેઓને નીતિમાર્ગે વાળવા.
For Private And Personal Use Only