________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
અધ્યાત્મ મહાવીર લગાડવી. ધર્મયુદ્ધ પ્રસંગે મારે તથા આર્યન વેદધર્મને દ્રોહ કરનારાઓ જે થશે તે નરકમાં જશે. ધર્મયુદ્ધપ્રસંગે સર્વ જૈનોનું મરવું તે મહત્સવ સમાન છે. એવા પ્રસંગમાં મરનારાઓને હું દિવ્ય અવતાર અને સુખ આપું છું અને તેઓ પર પૂર્ણ રહેમ અને કૃપા રાખું છું. તેથી તેઓ સર્વ પ્રકારનાં પાપથી મુક્ત થાય છે. મેં મારા અવતારમાં અનેક ધર્મયુદ્ધ કર્યા છે, તે પ્રમાણે મારા ભક્તોએ મારા હુકમ પ્રમાણે વર્તવું.
નંદિવર્ધન ! તમે ધર્મયુદ્ધપ્રસંગે સર્વસ્વનું અર્પણ કરીને ધર્મયુદ્ધની પ્રવૃત્તિ આદરે અને મારા સર્વદેશીય ભક્તોને મારો સંદેશ પહોંચાડે. મારા દરેક ત્યાગી તથા ગૃહસ્થભકતે શત્રુઓથી સાવચેત રહેવું. દ્રવ્ય શત્રુઓને અને ભાવશત્રુઓને જેઓ પરાજય કરે છે તેઓ અહંત એટલે આર્ય જેનો છે. મારા ભક્તો કે જે ગુણી, તમે ગુણી સત્ત્વગુણી અને ઈશ્વર હોય, તેઓએ પરબ્રહ્મ એવા મારા સ્વરૂપનું ધ્યાન ધરવું. પિંડમાં અને બ્રહ્માંડમાં અનંત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરરૂપ જે આત્માઓ છે તે સર્વ મારા ભક્તો છે અને તેઓને માનનારાઓ છેવટે પરબ્રહ્મ પરમતિ એવા મારા સ્વરૂપને દેખી મારા ભક્તો બને છે. માટે અનંત બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ, કે જે મારા રજોગુણી, તમગુણી અને સર્વગુણ ભક્તાત્માઓ છે, તેઓની ઉપાસના કરનારાઓ છેવટે મારા આર્યજેને જ છે. તેથી તેઓએ ધર્મયુદ્ધપ્રસંગે મારા પર પૂર્ણ વિશ્વાસ રાખી લડવું.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરોના સર્વ આત્માઓ મહાવીરરૂપ હેવાથી સાગરમાં નદીઓ ભળે છે તેવી રીતે તેઓ મારા શુદ્ધ સ્વરૂપમાં ભળે છે. તેથી તે દેવો અને ભક્તો મારા છે અને મારી આજ્ઞાનુસાર તેઓ પ્રવર્તે છે. માટે તેઓના ભક્તોએ ધર્મ યુદ્ધપ્રસંગે મારી આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરવી અને અધર્મ તથા દુષ્ટોનો નાશ કરે.
For Private And Personal Use Only